Thursday, June 4, 2026
HomeGujaratSuratબોલો… શ્વાન ડાયાબિટીસના કારણે કરડે છે, જૂઓ સુરતના મેયરે શું જ્ઞાન પીરસ્યું…

બોલો… શ્વાન ડાયાબિટીસના કારણે કરડે છે, જૂઓ સુરતના મેયરે શું જ્ઞાન પીરસ્યું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: અવાર-નવાર રખડતાં શ્વાનના હુમલાના અને આતંક મચાવવાના સમાચારો સામે આવતા હોય છે, જેમાં મોટેરા તો ભોગ બને જ છે, પરંતુ હવેથી નાના બાળકોના ભોગ બનવાના અને ઈજાગ્રસ્ત થતા મૃત્યુ થવાના કિસ્સાઓમાં દિવસે ને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત (Surat) ના અલથાણમાં 5 વર્ષની બાળકીને શ્વાન કરડતાં તે ગંભીર ઈજાગ્રસ્ત થઈ હોવાની ઘટના બની હતી. જે મામલે સુરતના મેયરે (Surat Mayor) જે નિવેદન આપ્યું છે તે સાંભળીને તમે પણ કહી ઉઠશો કે, આવું તો કંઈ હોતું હશે.

શહેરમાં જ્યારે રખડતાં પશુઓનો ત્રાસ જ્યારે વધી જતો હોય ત્યારે તેને પાંજરે પૂરવાની જવાબદારી તંત્રની હોય છે. જ્યારે તંત્ર તેની જવાબદારીમાં નિષ્ફળ જાય ત્યારે બીજા પર ટોપલો ઢોળવાની તેમની તૈયારી હોય છે. આવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના અલથાણમાં 5 વર્ષની બાળકીને શ્વાન કરડતા તે ગંભીર ઈજાગ્રસ્ત બની હતી જે બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. ત્યારે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) એ તંત્રની બેદરકારીનો લૂલો બચાવ કરતા નિવેદન આપ્યું છે કે, શ્વાનોમાં ડાયાબિટીસના કેસમાં વધારો થવાને કારણે શ્વાન કરડવાના કિસ્સામાં વધારો થઈ રહ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા 40 દિવસમાં 3 લોકોના ભોગ લેવાયા છે. એક તરફ તંત્ર જ્યારે રસીકરણ અને ખસીકરણની વાતો કરી રહ્યું હોય તેમ છતાં જ્યારે નાના કુમળા બાળકો આવા હુમલાનો ભોગ બને ત્યારે સ્વાભાવિક છે કે, લોકોમાં રોષ ભભૂકે અને તંત્ર પાસે જવાબ માંગે.

તંત્રનુ રટણ છે કે, શહેરમાં રખડતા શ્વાનોને પકડી પાડી તેઓને પાંજરે પુરવા તેમજ તેમના રસીકરણની કાર્યવાહી ખૂબ ઝડપથી કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને છોડવામાં આવતા નથી. બાળકો પર હુમલાના વધતા કિસ્સાઓ પર મેયરે દુ:ખ વ્યક્ત કરીને પોતાની નિષ્ફળતાનો બચાવ કર્યો છે. તો બીજી તરફ શહેરના નાગરિકો મનપાની આ કામગીરી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular