Wednesday, July 22, 2026
HomeNationalમુસેવાલા જેવા હાલ તારા પણ કરીશું! લોરેન્સ ગેંગે સંજય રાઉતને આપી ધમકી

મુસેવાલા જેવા હાલ તારા પણ કરીશું! લોરેન્સ ગેંગે સંજય રાઉતને આપી ધમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સની બિશ્નોઇ ગેંગ (Lawrence Bishnoi) દ્ઘારા અભિનેતા, વેપારી બાદ હવે રાજ્કીય નેતાને ધમકીભર્યો પત્ર મોકલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લોરેન્સ બિશ્વોઈની ગેંગે મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ સંજય રાઉત (Shiv Sena MP from Maharashtra Sanjay Raut) ને “તેરા ભી હાલ સિદ્ઘુ મુસેવાલા (Sidhu Moose Wala) જૈસા હોગા” જાનથી મારી નાંખવાનો ધમકી ભર્યો મેસેજ મળતા હડકંપ મચી ગયો છે. જેને લઇ સંજય રાઉતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ દ્ઘારા તાજેતરમાં બોલિવૂડના સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે કારણોસર મહારાષ્ટ્ર સરકારે સલમાન ખાનની સિક્યુરીટી વધારી દીધી હતી. ત્યારબાદ બિશ્નોઇ ગેંગ દ્ઘારા સુરતના એક વેપારીને ધમકીભર્યો કોલ કરી 5 કરોડની ખંડણીની માગ કરી હતી. જોકે વધુ એકવાર આ ગેંગ દ્ગારા શિવસેનાના સંસાદ સંજય રાઉતને કથિત મેસેજ કરી AK 47થી ઉડાડી દેવાની ધમકી આપી છે. જેમાં ધમકીભર્યા મેસેજમાં લખ્યું છે કે “જેવો હાલ સિદ્ધુ મુસેવાલનો કર્યો હતો તે તારો પણ કરીશું, સલમાન અને તું ફિક્સ”.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ઘુ મુસેવાલના હત્યા કેસમાં પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ હોવાનો આરોપ છે. સંજય રાઉતને ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ સમ્રગ મામલે તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જે બાદ મહારાષ્ટ્ર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સંજય રાઉતે કહ્યુ કે “મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ અમારી સુરક્ષા હટાવી દેવાઇ છે. હવે અમને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular