Friday, April 17, 2026
HomeGujaratAhmedabadહવે તો સુધરો… બિસ્માર રોડ-રસ્તા અને રખડતાં ઢોર મુદ્દે હાઇકોર્ટે AMCને લગાવી...

હવે તો સુધરો… બિસ્માર રોડ-રસ્તા અને રખડતાં ઢોર મુદ્દે હાઇકોર્ટે AMCને લગાવી ફટકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદના (Smart City Ahmedabad) બણગાં ફૂંકતા તંત્ર સામે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફરી એકવાર નારાજગી દર્શાવી છે. અમદાવાદમાં અમેરિકા કરતા પણ સારા રસ્તા હોવાની બડાઇ તાજેતરમાં રાજ્યના એક મંત્રી દ્રારા કરવામાં આવી હતી. જોકે શહેરની વાસ્વિકતા શરમમાં નાંખે તે પ્રકારની છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા આમ તો જનસુખાકારીના અને સુવિધાના નામે કરોડો રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે. પણ સુવિધા નામે માત્ર લોલમલોલ અને લાલિયાવાડ઼ી જ સામે આવતી હોય છે. શહેરમાં રોડ-રસ્તાની વાત હોય કે પછી શહેરના રસ્તાઓ પર યમરાજ બની ફરી રહેલા રખડતાં ઢોરની વાત આ તમામ બાબતોમાં તંત્રની કામગીરી નિષ્ફળ પુરવાર થતી હોય તેવું દેખાઇ રહ્યું છે. શહેરમાં રખડતાં ઢોર (Stray Cattle) અને બિસ્માર રસ્તા (Bad Roads) અંગે થોડા દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી જેની આજે સુનાવણી હાથ ધરાઈ છે. ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ફટકાર લગાવી છે અને રાજ્યસરકારને કઠેડામાં ઉભા કરી અનેક સવાલો કર્યા છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કરતા કહ્યું કે આટ આટલા આદેશ બાદ પણ કાર્યવાહી કેમ થતી નથી? જમીની સ્તર પર કામગીરીના પરિણામ શૂન્ય કેમ છે? રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે જવાબદાર તંત્ર સામે પગલા લે આ સમ્રગ મામલે હાઇકોર્ટ રાજ્ય સરકાર આગામી દિવોસમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરે. રોડ રસ્તા, ટ્રાફિક, કે પછી રખડતાં ઢોરની વાત હોય આ પ્રકારની ગંભીર બાબતોમાં બેદરકારી નહીં ચલાવી લેવાય. તેમજ હાઇકોર્ટે કોર્પોરેશના બાબુઓનો પણ ઉધડો લીધો હતો તેમણે કહ્યું કે સરકારી બાબુઓ પણ મૌન સેવીને બેઠા છે. બિસ્માર રસ્તો અને રખડતાં ઢોર સહિતના મુદ્દાઓને લઈ અધિકારીઓને પણ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તેમજ હાઈકોર્ટે રાજ્ય સરકારની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાન આમળતા વાસ્તવિક પરિસ્થતિ અંગે AMC પાસે ખુલાસો માગ્યો છે. જોકે રખડતાં ઢોરની કામગીરી અંગે હાઇકોર્ટમાં કોર્પોરેશન બાહેંધરી આપી છે કે રખડતાં ઢોરની કાર્યવાહી પૂરજોશ ચાલી રહી છે અને આગામી દિવસોમાં હજુ કડક હાથે કાર્યવાહી કરીશું

- Advertisement -

હાઈકોર્ટમાં અરજદારની દલીલ

હાઈકોર્ટમાં અરજદારે પોતાનો પક્ષ મુક્તા કહ્યુ હતું કે શહેરમાં દર વર્ષે કરોડો રૂપિયા રોડ-રસ્તાઓ બને છે અને ચોમાસા આવતા રસ્તાઓની સ્થિતિ બગડી જાય છે. જેના કારણે શહેરીજનો બિસ્માર રસ્તાઓના કારણે ભારે હાલાકીનો સમાનો કરવો પડે છે. બીજી તરફ શહેરમાં રખડતાં ઢોરની અડફેટે આવતા કેટલાક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવે છે. તેમજ હાલમાં પણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ઠેરની ઠેર છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular