Sunday, November 29, 2026
HomeGujaratAhmedabadઅતિકની બહેન પડછાયાની જેમ પોલીસ કાફલા પાછળ રહી, પોલીસે શું કર્યું વાંચો

અતિકની બહેન પડછાયાની જેમ પોલીસ કાફલા પાછળ રહી, પોલીસે શું કર્યું વાંચો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Atiq Ahmed Sister: ઉત્તરપ્રદેશના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતાની છાપ ધરાવતા અતિક અહેમદને (Atiq Ahmed) ગઈકાલ સાંજે અમદાવાદની સાબરમતી જેલમાંથી (Ahmedabad Sabarmati Jail) પ્રયાગરાજ (Prayagraj) લઈ જવા માટે યુ.પી. પોલીસનો કાફલો (UP Police Convoy)રવાના થયો હતો. જોકે અતિક અહેમદનો પરિવાર તેના એન્કાઉન્ટર થવાની બીકે સતત ચિંતિત હોવાના કારણે અતિકની બહેન (Atiq Sister Followed) પડછાયાની જેમ અમદાવાદથી યુ.પી. (Ahmedabad to Prayagraj) સુધી પોલીસના કાફલાની પાછળને પાછળ રહી હતી. આ તકે પોલીસે પણ અતિક અહેમદની બહેનની કારનું રેકોર્ડિંગ કરવાનું કામ શરૂ કરી દિધું હતું.

અતિકની બહેન પડછાયાની જેમ જોડેને જોડે રહી

યુ.પી.ના પ્રયાગરાજમાં 2007ના રમખાણના કેસ બાબતે 28 માર્ચે પ્રયાગરાજ કોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટે આદેશ કર્યો હતો. આ આદેશને પગલે યુ.પી. પોલીસ ગઈકાલે રોડ માર્ગે અતિકને યુપી લઈ જવા રવાના થઈ હતી. જોકે પરીવારને અતિકનું એન્કાઉન્ટર થવાનો ભય હોવાથી તેની બહેન પોલીસ કાફલાની પાછળ જોવા મળી હતી. અતિકની બહેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારા ભાઈની તબિયત સારી નથી, તેમ છતાં તેમને રોડ માર્ગે લઈ જવામાં આવી રહ્યો છે. ભાઈનું એન્કાઉન્ટર થઈ શકે છે. જેથી ગુજરાતથી જ કાફલાની પાછળ રહી છું, બીજા ભાઈ અશરફ અહેમદને પણ બરેલી જેલમાંથી બહાર લાવવામાં આવી રહ્યો છે. તેનું પણ એન્કાઉન્ટર થઈ શકે છે.

- Advertisement -

યુ.પી. પહોંચતા જ અતિકે કહ્યું, મુઝે કિસી કા ડર નહીં

અતિક અહેમદને લઈને નીકળેલો યુ.પી. પોલીસનો કાફલો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ પહોંચી ગયો છે. પોલીસ કાફલામાં 6 વાહનોનો સમાવેશ થાય છે. સવારના સમયે પોલીસનો કાફલો ઉત્તર પ્રદેશમાં દાખલ થતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકલ પોલીસનું વિશેષ પાઇલોટિંગ આપવામાં આવ્યું હતું. પોલીસ કાફલામાં યુ.પી. પોલીસની ગાડીઓનો વધારો કરાયો છે. અતિકને લઈને જઈ રહેલા પોલીસ કાફલાની પાછળ મીડિયા, અતિકના પરિવાર અને અન્ય શંકાસ્પદ કારનો મોટો કાફલો હોવાથી પોલીસને પણ તમામ કારોનું રેકોર્ડિંગ કરવું પડ્યું હતું. જોકે ઉત્તર પ્રદેશમાં અન્ટ્રી કરતા જ અતીકે મીડિયાને કહ્યું કે મુઝે કિસી કા ડર નહીં.

અતિકની વાનની અડફેટે આવી ગાય

અતિક અહેમદને લઈને પોલીસ કાફલો શિપપુરી જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ખારાઈ ચેકપોસ્ટ પાસે અચાનક અતિક અહેમદની વાન સાથે ગાયનું વાછરડું અડફેટે આવ્યું હતું. જોકે પોલીસ વાહન સાથે ગાયનું બચ્ચું અથડાતા ફંગોળાઈને રોડ પર પટકાયું હતું. જેના કારણે વાછરડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ બાદ થોડી ક્ષણ માટે કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાફલો યુ.પી.ના પ્રયાગરાજ જવા રવાના થયો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular