નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Atiq Ahmed Encounter : અમદાવાદની જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત આરોપી અતિક અહેમદ (Atiq Ahmed )ઉપર અનેક ગુનાઓ છે. હાલ તે અમદાવાદની સાબરમતી જેલમાં (Sabarmati Central Jail Ahmedabad) બંધ છે, ત્યારે ગઈકાલ રાતથી જ UP પોલીસના (UP Police) કાફલો અતિક અહેમદને UP લઈ જવા માટે અમદાવાદ પહોંચ્યા છે. પહેલા એવી આશંકા કરવામાં આવી રહી હતી કે ઉમેશપાલ મર્ડર કેસમાં (Umesh Pal Murder Case) અતિક અહેમદને UP લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2007ના એક દંગાના કેસમાં વધુ તપાસ માટે UP પોલીસ અતિક અહેમદને UP લઈ જવા માગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં વિકાસ દુબે નામના એક ગેંગસ્ટરનું UP પોલીસ દ્વારા એનકાઉન્ટર (Vikash Dubey Encounter) કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અતિક અહેમદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે UPમાં તેને એન્કાઉન્ટરનો ભય છે જેથી તેને UPની જગ્યાએ અન્ય કોઈ જેલમાં રાખવામા આવે. અતિકની આ અરજી બાદ તેને UPથી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામા આવ્યો હતો, હવે ફરીથી તેને તપાસ માટે UP લઈ જવા માટે પોલીસનો કાફલો અમદાવાદની સાબરમતી જેલ પહોંચ્યો છે.

અત્યારે હાલ STFના બે સુરક્ષા વાહનો અને 25-30 પોલીસ કર્મચારીઓ અમદાવાદ સાબરમતી જેલની બહાર અતિકને UP લઈ જવા માટે હાજર છે, પરંતુ સૂત્રો જણાવે છે કે હજુ પણ UP પોલીસની અન્ય ટીમો અમદાવાદમાં છૂપી રીતે હાજર છે. અહીં એક નોંધનીય બાબત એ છે કે, અતિક ઉપર રાજ્ય સરકાર દ્વારા CRPC 268ની કલમ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે કોઈ પણ કારણોસર અતિકને જેલની બહાર કાઢી શકાય નહીં, પરંતુ હાલ મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા આ કલમ રિવોક કરી લેવામાં આવી હોય શકે છે. એટલે તો જ હવે UP પોલીસ અતિક અહેમદને જેલની બહાર કાઢીને UP લઈ જઈ શકે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક અઠવાડીયા પહેલા જ અતિક અહેમદની ED (Enforcement Directorate) દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી છે અને અગાઉ પણ જ્યારે કોર્ટની તારીખ માટે અતિકને UP લઈ જવાનો હતો ત્યારે તેણે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને UP જવાનનું ટાળ્યું હતું. લોકોની અને અતિકની આશંકા છે કે UP પોલીસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે. જોકે આ અંગે નવજીવન ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી આ માત્ર લોકોની અને અતિક અહેમદની આશંકા છે. આ આશંકાના કારણે હાલ અતિક જેલ પ્રશાસન સાથે UP ન જવા માટેના પ્રયત્નો કરી રહ્યો હોય તેવી પણ માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. પરંતુ હવે જોવું રહ્યું છે અતિક અહેમદ અને લોકોની એન્કાઉન્ટરની આશા સાચી ઠરે છે કે કેમ?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








