Monday, April 20, 2026
HomeGujaratAhmedabadઆધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાના નામે અમદાવાદનાં એક યુવક સાથે...

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાના નામે અમદાવાદનાં એક યુવક સાથે 1.99 લાખનું સાયબર ફ્રોડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Link Aadhaar Card with PAN Card: આજના ડિજિટલ યુગમાં હવે ચોર અને ઠગ પણ ડિજિટલ બની ગયા છે. કોઈને કોઈ પદ્ધતિથી લોકો સાથે છેતરપિંડી કરવાના નવા નવા રસ્તાઓ આ ચોર અને ઠગ શોધી લેતા હોય છે. અત્યારે હાલ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક (Aadhaar Card with PAN Card Link) કરવા માટેની છેલ્લી તારીખ નજીક હોવાથી આ સાયબર ચોર (Cyber Fraud) હવે આધાર અને પાન લિંક (Aadhaar with Pan Link) કરવાના નામે પણ ફ્રોડ કરવા લાગ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) આવા સાયબર ચોરે આધાર અને પાન લિંક કરવાના બહાને એક વ્યક્તિના ખાતામાંથી 1.99 લાખ રૂપિયાની ઠગાઇ કરી લીધી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદનાં ધોળકામાં રહેતા પ્રદીપ પરમાર નામના એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો જેમાં એક લિંક હતી અને લખ્યું હતું કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો. પ્રદીપે આ લિંક ઓપન કરી ન હતી, ત્યાર બાદ એક અજાણ્યા નંબર પરથી તેમને એક કોલ આવ્યો જેમાં સામે રહેલી વ્યક્તિએ જણાવ્યું કે તે એચડીએફસી બેન્કમાંથી વાત કરે છે અને પ્રદીપ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં કરે તો તેમનું એકાઉન્ટ બ્લોક થઈ જશે. સામે રહેલી વ્યક્તિએ પ્રદીપને જણાવ્યું હતું કે તેમના એકાઉન્ટમાં 59 હજાર રૂપિયા બ્લોક કરી દેવામાં આવ્યા છે, જો આ રકમ અનબ્લોક કરવી હોય તો મેસેજમાં આપેલી લિંક ઓપન કરીને આધાર અને પાન લિંક કરી દો.

- Advertisement -

પ્રદીપ સામે વાળી વ્યક્તિને ખરેખર બેન્ક કર્મચારી સમજીને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરે છે અને તેમના એકાઉન્ટમાંથી એ જ સમયે 1.99 લાખ રૂપિયા ડેબિટ થયા છે તેવો મેસેજ આવ્યો હતો. આવો મેસેજ આવતા તરત જ પ્રદીપ સમજી જાય છે કે તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે. ત્યાર બાદ તેમણે તાત્કાલિક ઓનલાઈન ફ્રોડ થયું હોવાની પોલીસ ફરિયાદ કરી છે. પ્રદીપની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અવાર-નવાર લોકોને સમજાવે છે કે અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ લિંક ઓપન ન કરવી અને અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ OTP પણ શેર ન કરવો. તેમ છતાં સામાન્ય લોકો આવા ઠગોની વાતોમાં આવી જાય છે અને વ્યક્તિગત માહિતી આવા લોકો સાથે શેર કરી દે છે. હાલ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા માટે જો આવા કોઈ મેસેજ આવે તો તેનો વિશ્વાસ ન કરવો જોઈએ અને આયકર વિભાગની ઓફિસિયલ વેબસાઇટ (https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar) પર જઈને જ આધાર અને પાન લિંક કરવું જોઈએ.

TAG: Aadhaar Card with PAN Card Link | Aadhaar and Pan linking Status, Cyber Fraud Ahmedabad

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular