Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadઓનલાઈન જાહેરાતોથી સાવધાન, ગઠિયાઓએ 15 જ દિવસમાં ગુજરાતી મહિલાના 18.29 લાખ પડાવી...

ઓનલાઈન જાહેરાતોથી સાવધાન, ગઠિયાઓએ 15 જ દિવસમાં ગુજરાતી મહિલાના 18.29 લાખ પડાવી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેક્નોલોજીનો વ્યાપ વધતાં હવે ઓનલાઈન ઠગાઈના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ઠગબાજો પણ હવે જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકોને ચૂનો લગાવવા માંડ્યા છે. ઓનલાઈન કામ કરીને પૈસા કમાવવાની લાલચમાં અમદાવાદની એક મહિલાને પણ લગભગ 18 લાખનો ચૂનો લાગ્યો છે. મહિલાને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સમગ્ર મામલે બોપલ પોલિસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટના સમજીએ તો, પશ્ચિમ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર ફેસબુક અને યુટ્યૂબના વીડિયોને લાઈક કરીને પૈસા કમાવવાની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત પર ક્લિક કરતાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવવામાં આવ્યું હતું. મહિલાએ એપને ડાઉનલોડ કરતાં તેને એક ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરીને તેનું આધાર કાર્ડ, પાનકાર્ડ અને બેન્કની વિગત સેરવી લેવામાં આવી હતી. ત્યારબાદ મહિલાએ વિડિયો લાઈક અને શેર કરવાનું કામ શરૂ કર્યું હતું.

- Advertisement -

મહિલાએ કામ શરૂ કરતાં તેના બેન્ક ખાતામાં 1700 રૂપિયા જમા થયા હતા. મહિલાને વધુ પૈસા કમાવવાની લાલચ આપીને ટાસ્ક માટે ક્વોલિફાઈ થઈ હોવાનુ કહીને રજિસ્ટ્રેશન ફી અને ટેક્સના પૈસા જમા કરાવવાનું ઠગોએ કહ્યું હતું. જેથી મહિલાએ વધુ પૈસા કમાવવાની લાલચમાં આવી જઈ પહેલા રૂ.100 પછી 300, પછી 500 જમા કરાવ્યા હતા. ત્યારબાદ બીજો નવો ટાસ્ક આપવાનું જણાવીને મહિલાને પૈસા જમા કરાવાનું કહ્યું હતું.

જોકે ફક્ત વીડિયો લાઈક અને શેર કરીને પૈસા મળી રહ્યા હોવાથી મહિલાને વધુ પૈસા કમાવવાની લાલચ જાગતાં નવા ટાસ્ક માટે પહેલા રૂ 20,000 ત્યારબાદ 42000, 10000 અને 50000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ઠગો આટલેથી પણ અટક્યા ન હતા. આટલા પૈસા સેરવી લીધા બાદ પણ મહિલા પર મેસેજ આવ્યો હતો કે, તેમણે ખોટો ટાસ્ક પસંદ કર્યો છે. જેથી પેનલ્ટી લાગશે. તેમ જણાવીને વધુ પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ મહિલાને પૈસા પાછા લેવા માટે પણ ઠગે પૈસા ભરાવ્યા હતા. ઠગે મહિલા પાસેથી તારીખ 11થી 26 એપ્રિલ સુધીમાં રૂપિયા 18.29 લાખ પડાવ્યા હતા. જોકે મહિલાને પૈસા પરત ન મળતા સમગ્ર મામલે બોપલ પોલિસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular