Thursday, April 16, 2026
HomeGujaratસરકાર અને અંબાજી મંદિરના વહીવટદારો વચ્ચે બેઠક, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ...

સરકાર અને અંબાજી મંદિરના વહીવટદારો વચ્ચે બેઠક, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રાખવાનો લેવાયો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ Ambaji Prasad Controversy: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના શક્તિપીઠ અંબાજીમાં (Ambaji)છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદને લઈને વિવાદ (Prasad Controversy) ચાલી રહ્યો હતો. અંબાજી મંદિરમાં (Ambaji Temple) આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ (Mohanthal)બંધ કરીને તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ (Chikki શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. મંદિરના પ્રસાદનો વિવાદ એટલી હદ વકર્યો કે આખા મામલાને રાજકીય રંગ લાગી રહ્યા હતો. ત્યારે આજે રાજ્ય સરકારના મંત્રી અને મંદિરના વહીવટદારો સાથે મીટીંગ મળતા મોહનથાળ અને ચીકી એમ બંને પ્રસાદ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

અંબાજી મંદિરમાં અચાનક જ પ્રસાદ તરીકે મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા વિવિધ સામાજીક આગેવાનો, રાજકીય પક્ષ, સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ બજરંગ દળ અને વીએચપી દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. જે રીતે મંદિરના પ્રસાદમાં ચીકીની એન્ટ્રી થઈ હતી તે જોતા ચીકીના પ્રસાદ ચાલુ કરાવવામાં કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરવાનું કાવતરૂ હોવાની ચર્ચા જાગી હતી. જોકે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતા રાજ્યના મંત્રી ચીકીના ફાયદા અને મોહનથાળના ગેરફાયદા સમજાવવા મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું.

આ પણ વાંચો : હજુ અંબાજીનો મોહનથાળ થાળે પડ્યો નથી ત્યાં ‘પાવાગઢ મંદિર’નો મોટો નિર્ણય
- Advertisement -

અંબાજી મંદિરના પ્રસાદ અંગેનો વિવાદ ચરમ સીમા પર આવી જતા આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની બેઠક મળી હતી. આ બેઠકમાં અંબાજી મંદિરના બટુક મહારાજ અને સંત શિરોમણી પણ હાજર રહ્યાં હતાં. બેઠક પૂર્ણ થયાં બાદ અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચીકી બંને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના પ્રસાદ અંગે સરાકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “પ્રસાદ અંગે મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા થઈ હતી. ધાર્મિક સંસ્થાના લોકોનું પણ માનવું હતું કે પ્રસાદ રૂપે મોહનથાળ મળે. છેલ્લા 35 વર્ષથી મોહનથાળનો પ્રસાદ મળતો હતો. ચર્ચા બાદ એક ધારી ક્વોલિટી, સારા પેકિંગ સાથે બીજા રાજ્યોમાં મોકલાય તેવી ક્વોલિટીનો પ્રસાદ મળે તેવી વાત હતી. ગુજરાતભરના લોકોની અને સંતોની માગણી હતી કે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો. હવે મોહનથાળના પ્રસાદમાં ખાંડ, ઘી, ચણાના લોટનું પ્રમાણ પણ ચોક્કસ રીતે લખવામાં આવશે.”

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સારામાં સારી કંપનીઓ પાસે સારો પ્રસાદ આપી શકે તે માટે કલેકટર સાથે બેઠક કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક-સ્વાસ્થ્યપ્રદ ચીકીનો પ્રસાદ ગત 1 માર્ચથી શરૂ કરવામાં આવ્યો હતો અને મોહનથાળ બંધ કરાયો હતો. વિશ્વભરમાંથી આવતા ભક્તોને પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી માગણી કરવામાં આવી હતી. બીજી બાજુ અનેક ભક્તો મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા અડગ હતા. જેથી મંદિરમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ મળે તેવી વ્યવસ્થા રાખીશું.”

TAG: Ambaji Prasad Controversy, Ambaji Prasad Row, Ambaji Temple, Mohanthal vs chikki Prasad

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular