Friday, April 17, 2026
HomeGujaratરખડતાં ઢોરે વિકલાંગ બાળક અને વૃધ્ધને લીધા અડફેટે, લુણાવાડના લોકો તંત્ર પર...

રખડતાં ઢોરે વિકલાંગ બાળક અને વૃધ્ધને લીધા અડફેટે, લુણાવાડના લોકો તંત્ર પર રોષે ભરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહિસાગર : Lunawada News: રખડતા ઢોરનો આતંક ગુજરાત હાઈકોર્ટની (Gujarat High Court) સરકારને ટકોર બાદ પણ યથાવત છે. રોજબરોજ રખડતા ઢોરે (stray cattle) કોઈને અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. આવી જ ઘટના મહિસાગરના લુણાવાડામાં (Lunavada) ઘટી છે જેના દૃષ્યો કેમેરામાં કેદ પણ થયા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર રખડતી ગાયે એક બાળકી અને વૃધ્ધને અડફેટે લઈ હિંસક હુમલો (Attack) કર્યો હતો.

મહિસાગર જિલ્લાના લુગાવાડામાં રસ્તા પરથી બાળક અને વૃધ્ધ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવી ગાયે બાળકને ઉડાવ્યું અને બાદમાં સાથે રહેલા વૃધ્ધને પણ અડફેટ લઈ હુમલો કર્યો હતો. ગાયના હુમલાની ઘટનાને પગલે આસપાસ રહેલા લોકો બાળક અને વૃધ્ધને બચાવવા આગળ આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ગાયે બંનેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા હતા.

- Advertisement -

ઘટના સ્થળે હાજર રહેલા લોકોએ ઈજાગ્રસ્ત હાલતમાં બાળક અને વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ખસેડવા 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. બાદમાં એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લુણાવાડના નગરજનો દ્વારા રખડતાં ઢોરમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી હતી. સાથે જ તંત્રના બેદરકાર વલણને કારણે આ ઘટના ઘટી હોવાનું સ્થાનિકોનું માનવું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular