નવજીવન ન્યૂઝ.પોરબંદર : Porbandar News: રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ચઢવા લાગ્યો છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આમ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ખેડૂતોને (Farmers) પણ પાણીની જરૂરીયાત વર્તાવા લાગી છે. ત્યારે પોરબંદરના (Porbandar)ખેડૂતો સિંચાઈના પાણી (irrigation water) માટે વલખા મારી રહ્યા છે. જેને લઈ પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ (Arjun modhwadia) રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાને (Kunvarji Bavaliya) પત્ર લખ્યો છે.

પોરબંદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ ખેડૂતોને સિંચાઈના પાણી માટે પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં અર્જૂનભાઈએ રજૂઆત કરતા જણાવ્યું છે કે સોરઠી સિંચાઈ યોજનામાંથી 50 MCTF પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યો છે. તેમજ પોરબંદરના ફોદારા અને ખંભાળા ડેમમાં પણ પીવાના પાણીનો પુરતો જથ્થો છે. ઉપરાંત સરદાર સરોવરનું પાણી પણ પાઈપલાઈન મારફતે આવે છે. ત્યારે સોરઠી સિંચાઈ યોજનાનું 35 MCTF પાણી અનામત રાખી 15 MCTF પાણી ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવે.
અર્જૂન મોઢવાડીયાએ પત્રમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મેમ્બર સેક્રેટરીના 9 નવેમ્બર 2022ના પત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, સોરઠી સિંચાઈ યોજનામાંથી 50 MCTF પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખ્યો છે. સાથે જ પોરબંદર જિલ્લાના ફોદારા અને ખંભાળા ડેમ પણ પાણીનો પુરતો જથ્થો ધરાવે છે અને સરદાર સરોવરનું પાણી પણ પાઈપલાઈનથી આવી રહ્યું છે. તો આ સ્થિતીમાં પોરબંદરની સોરઠી સિંચાઈના 35 MCTF પાણીને ખેડૂતોની સિંચાઈના ઉપયોગ માટે છોડવામાં આવે તેવી કાર્યવાહી કરવી જોઈએ.
ઉનાળાનો પ્રારંભ થય ગયો છે અને તાપમાનનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે પોરબંદર શહેરના ખેડૂતો સિંચાઈના પાણી માટે રીબાઈ રહ્યા છે. ખેડૂતો સમસ્યાને ગંભીરતાથી લઈને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુવરજી બાવાલીયાને પત્ર લખીને પોરબંદર જિલ્લાની સોરઠી સિંચાઈ યોજના માટે પાણી છોડવાની માગ કરી છે.
અર્જૂન મોઢવાડીયાએ 13 માર્ચના રોજ લખેલા આ ભલાણ પત્રને પગલે મંત્રી કુંવરજી બાવળીયાએ પણ ઝડપી નિર્ણય લેવાની ખાતરી આપી હોવાના અહેવાલ છે. આમ જો અર્જૂન મોઢવાડીયાની ભલામણ મુજબ નિર્ણય કરવામાં આવે તો પોરબંદર શહેરના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો જથ્થો મળી રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








