Friday, June 5, 2026
HomeGujaratતીર-કમાન દ્વારા ઘાયલ યુવકનો આબાદ બચાવ, જાણો ડોકટર્સે શું કહ્યું…

તીર-કમાન દ્વારા ઘાયલ યુવકનો આબાદ બચાવ, જાણો ડોકટર્સે શું કહ્યું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુર: Chhota Udepur News: આપણાં દેશનો ઇતિહાસ જોઈએ તો ખબર પડે કે મોટા મોટા યુદ્ધોમાં તીર-કમાનની (Bow – Arrow) શું ભૂમિકા રહી છે? વેદિક કાળનું ભારત હોય કે પ્રાચીન ભારત હોય કે મધ્યકાલીન ભારત આ તમામ સમયકાળમાં સૈનિકો તલવાર અને તીર-કમાન દ્વારા જ યુદ્ધ કરતાં હતા, પણ હવે આજના સમયમાં ખૂબ જ સીમિત લોકો તીર-કમાનનો ઉપયોગ કરે છે એવામાં છોટા ઉદેપુરમાં (Chhota Udepur) એક યુવક ઉપર તીરથી હુમલો (Arrow attack on Youth) થયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો હતો.

arrow attack on youth
arrow attack on youth

સામાન્ય રીતે મતભેદના કારણે પડોશીઓ વચ્ચે ઝગડાઓ થતા હોય છે અને કેટલીક વાર આ ઝગડા હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. ત્યારે ગુજરાતના છોટા ઉદેપુરમાં ૯ માર્ચના રોજ એક વ્યક્તિ પર પાડોશી દ્વારા તીરથી હુમલો કરવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે છોટા ઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા ગામમાં રહેતા દિલીપ ધમાક ઉપર તેમના પાડોશીએ તીર કામઠાથી હુમલો કર્યો હતો. આ હુમલો આપસી મતભેદના કારણે થયો હોય તેવું માનવમાં આવી રહ્યું છે.

- Advertisement -
chhota udepur arrow attack on youth
chhota udepur arrow attack on youth

વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે કપાળમાં વાગેલા તીર સાથે લવાયેલા યુવાનની ન્યુરો સર્જરી વિભાગ અને ઓપ્થોમોલોજી વિભાગે સફળ સર્જરી કરી છે. ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છોટાઉદેપુરના કવાંટ પાસેના ઉગલીયા ગામમાં રહેતા દિલીપ ધમાક ઉપર તેમના પાડોશીએ ધનુષ અને તીર વડે હુમલો કર્યો હતો. ઘટનાનાં ભોગી દિલીપની આંખની ઉપર કપાળના ભાગે ખુંપી ગયેલા તીરે આંખને વિંધિ મગજમાં પણ ઇજા પહોંચાડી હતી. તીરની ટોચ મગજની મુખ્ય નળીની નજીક હતી. તેમનું ઓપરેશન ન્યુરોસર્જન અને ઓપ્થોમોલોજીસ્ટની ટીમે કર્યું અને દર્દીની 3 કલાક જેટલી લાંબા સમયની સર્જરી સફળ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular