નવજીવન ન્યૂઝ. પોરબંદર: પોરબંદર (Porbandar) માં લોકો વેરો ન ભરતા હવે નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પોરબંદર નગરપાલિકા (Porbandar Nagarpalika) દ્વારા લોકોને વેરો ભરી દેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ ઘણા લોકોએ હજુ સુધી મિલકત વેરો ભર્યો ન હોવાના કારણે હવે પોરબંદર નગરપાલિકાએ વેરો ન ભર્યો હોય તેવા લોકોની મિલકત સીલ કરવાની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ હવે બદલવા જઈ રહ્યું છે ત્યારે હવે નગરપાલિકા દ્વારા ચુકવવાના બાકી હોય તેવા વેરા વસૂલવાનું શરૂ કર્યું છે. નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે જેને વેરો ચૂકવવાનો બાકી હોય તેવા લોકો તત્કાલિક આ વેરો ચૂકવે નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમ છતાં કેટલાક બેદરકાર લોકો આ વેરો ભરવાનું ચૂક્યા છે જેના કારણે પોરબંદર નગરપાલિકા દ્વારા 9 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બાપ રે… પોરબંદરનો પુરુષ લગ્ન કરી ‘દુલ્હનને બદલે ગોડમધર લાવ્યો!’, વાંચો કેવો ભેરવાયો…
ગતરોજ શનિવારે પોરબંદર નગરપાલિકા ટેક્સ ઇન્સ્પેકટર વિપુલ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા લાંબા સમયથી મિલકત વેરો બાકી હોય તેવા 11 સ્થળો એ મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 મિલકત ધારકો એ સ્થળ પર જ વેરાની બાકી નીકળતી રકમ રૂપિયા 75000 ભરી દીધી હતી, જ્યારે અન્ય 9 મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી હતી. જેમાં જુબેલી, બોખીરા અને ખાપટ વિસ્તારની 5 NRIની મિલકતનો પણ સમાવેશ થાય છે.
કુલ 3 રહેણાંક અને 6 કોમર્શીયલ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા પણ નગરપાલિકા તંત્ર દ્વારા 11 મિલકતો સીલ કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું નગરપાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








