Friday, March 29, 2024
HomeGujaratAhmedabadસુરતમાં પોલીસકર્મી અને તલાટી મંત્રી તેમજ સરપંચના પતિદેવ પૈસા ખાવા ગયાને ભરાયા

સુરતમાં પોલીસકર્મી અને તલાટી મંત્રી તેમજ સરપંચના પતિદેવ પૈસા ખાવા ગયાને ભરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ACB Trap in Gujarat: રાજ્યમાં બે અલગ-અલગ કેસમાં સરકારી બાબૂઓને લાંચ લેતા એ.સી.બી. (ACB Gujarat) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ગઈકાલે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં મહિલા તલાટી કમ મંત્રી (Talati ) અને સરપંચના (Sarpanch) પતિને 30 હજારની માગણી કરતા એ.સી.બી.ની ટ્રેપમાં (ACB Trap) ઝડપાયા હતા. બીજી બાજુ સુરતના (Surat) પલસાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ (Policeman) બુટલેગર જોડે મીલીભગત કરવા જતાં લાંચ લેતા (Taking bribe)ઝડપાયો હતો. આમ એક જ દિવસમાં એ.સી.બી. દ્વારા બે લાંચીયા અધિકારીઓને જેલાના હવાલે કર્યા છે.

talati and surpanch caught ACB trap
talati and sarpanch ACB trap

તલાટી અને સરપંચનો પતિ લાંચ લેતા ઝડપાયા

પ્રાપ્ત વિગત અનુસાર, સાબરકાંઠાના ફરિયાદીએ આમોદરા ગામની સીમામાં બીયારણનો “સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટ’’ બનાવ્યો હતો. આ બનાવેલા સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થઇ જતા આમોદરા ગ્રામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા માટે ફરિયાદીએ આમોદરા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી સંધ્યાબેન જયંતિલાલ પરમારને મળ્યા હતા. અને તેઓ પાસે આકારણી પત્રકની માગણી કરતા બહાનું બતાવી પછી આવજો કહીને આકારણી આપવા ફરીયાદીને ધક્કા ખવડાવતા.

- Advertisement -

ફરીયાદીએ તલાટીનો અવારનવાર સંપર્ક કરતા તલાટી આકારણી પત્રકમાં આકારણી ઓછી દર્શાવવા અને બે વર્ષનો બાકી રેવન્યુ ટેક્ષ પણ ઓછો લેવા માટે રૂપિયા 25, 000ની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા ન માગતા હોય તેમણે સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ટ્રેપીંગ અધિકારી પી.આઈ. વી.એન. ચૌધરી દ્વારા આમોદરા ગ્રામપંચાયતની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન તલાટી અને સરપંચના પતિ નટવરભાઇ મુળાભાઇ ચમારએ રૂપિયા 30,000 ની માંગણી કરી હતી. ફરિયાદીએ તેમને લાંચની રકમ ચુકવી આપતા જ એ.સી.બી.એ બંનેને ઝડપી પાડ્યા હતા. હાલ એ.સી.બી. દ્વારા બંને આરોપીને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દારૂનો વ્યવહાર લેવા પોલીસકર્મીએ ગાડી પડાવી

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ ભગીરથસિંહ ચુડાસમા ફરિયાદને મળતા કહ્યું હતું કે, તમારે દારૂની લાઈન ચાલુ કરવાની હોય તો કહેજો તમારા સુધી દારૂ પસાર કરવાના એક પેટી એક હજારનો વ્યવહાર મને આપવો પડશે. ત્યારબાદ પોલીસકર્મીએ 12 ઈંગ્લીશ દારૂની પેટી ફરિયાદીને અપાવી હતી. આ 12 પેટી દારૂના રૂપિયા અને પસાર કરવાના વ્યવહારના કુલ મળીને રૂપિયા 90 હજારની માગણી પોલીસ કર્મીએ કરી હતી. ફરિયાદીએ રૂપિયા 30 હજાર ‘મોબાઈલ પે’થી પોલીસકર્મીને આપ્યા હતા. બાકી રહેતા રૂપિયા લેવા માટે પોલીસ કર્મીએ ફરિયાદીને ફોન કરીને પલસાણા પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ફરિયાદી તેના મિત્રની ક્રેટા કાર લઈને પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસકર્મીએ ક્રેટા કાર જમા લઈ લીધી હતી અને 60 હજાર આપીને કાર લઈ જવાનું જણાવ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતો હોવાથી સમગ્ર બાબતની જાણ એ.સી.બી.માં કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.ના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર ડી.એમ. વસાવા દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જોકે આ દરમિયાન પોલીસકર્મીના કહેવાથી હાર્દિકભાઇ રાજુભાઇ તિવારી (પ્રજાજન) લાંચની રકમ લેવા આવતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસકર્મી સ્થળ પરથી મળ્યો આવ્યો ન હતો. એ.સી.બી. દ્વારા ફરાર પોલીસકર્મી અંગ તપાસ શરૂ કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular