નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Weather Update: રાજ્યમાં ઠેર-ઠેર કટાણે વરસાદી માવઠા (Unseasonal rainfall) થઇ રહ્યા છે, ભરઉનાળે આકાશ કાળું ભમ્મર થયું છે અને, ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે દરેક હોળીના (Holi) રસીકોને આ પ્રશ્ન સતાવી રહ્યો છે કે હોળી પર પાણી ફરી વળશે કે શું? બીજી તરફ મોંઘવારીના માર સાથે કુદરતનો ફટકો પડતા વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતિત થયા છે. હવે તહેવારો પર પણ માવઠાની અસર જોવા મળે તેવા સંજોગ દેખાતા ઉત્સવ રસીકો પણ ઉજવણીને લઈ ચિંતિત બન્યા છે.
મળતી વિગતો અનુસાર રાજ્યમાં 7 માર્ચે ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, દાહોદ, તાપી, નર્મદા અને ડાંગમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહીના પગલે લોકો પણ મૂંજવણમાં મુકાયા છે. આજે ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ ડાંગ અને તાપીમાં થન્ડર સ્ટ્રોમ થશે, જેના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પનવ ફૂંકાશે તથા ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
6 માર્ચે ડાંગ, તાપી,નર્મદા,ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓ માં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 30થી40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વિજળીના ચમકારા સાથે વરસાદ થશે તેવુ હવામાન ખાતાનું અનુમાન છે. 7 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વિજળીના ચમકારા સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામા આવી છે.
8 માર્ચે ડાંગ, તાપી, બનાસદકાંઠા, સાબરકાંઠા, ભાવનગર અને કચ્છમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામા આવી છે. હવે આવી કાળજાળ ગરમી અને વરસાદી માહોલમાં હોળી પર પાણી ફરી વળે છે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








