Tuesday, April 7, 2026
HomeGujaratAhmedabadઆરોપી 1400 કિમી દૂરથી અમદાવાદ ડ્રગ વેચવા આવ્યા, આ રીતે ક્રાઈમ બ્રાન્ચે...

આરોપી 1400 કિમી દૂરથી અમદાવાદ ડ્રગ વેચવા આવ્યા, આ રીતે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં (Ahmedabad) દારૂ બાદ હવે સતત ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જોકે યુવાનોને નશાને લતે ચડાવતા પેડલર્સ વિરૂદ્ધ રાજ્યની એજન્સી બાજ નજર રાખીને શોધી-શોધીને જેલ હવાલે કરી રહી છે. ત્યારે આજે વધુ બે ડ્રગ્સ પેડલર્સ (Drug Peddlers) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના (Ahmedabad Crime Branch) હાથે ઝડપાઈ ગયા છે. ગઈકાલે મોડી રાત્રે પોલીસે હાથીજણ નજીકથી રૂપિયા 49.58 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી હતી. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો શહેરમાંથી 70 લાખથી વધુની કિંમતનું એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યું છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. ભરત પટેલ (SP Bharat Patel) અને પોલીસ ઈન્સપેક્ટર એસ.જે. જાડેજાની ટીમના પોલીસ કોન્સટેબલ ધર્મેશ રમેશભાઈને પ્રતિબંધિત નશીલા પદાર્થનું વેચાણ કરતાં બે યુવાન અંગેની માહિતી મળી હતી. તેમને બાતમી મળી હતી કે, અમદાવાદના રખીયાલ વિસ્તારમાં રહેતો આઝમખાન પઠાણ અને ઉત્તરપ્રદેશનો કૈફખાન પઠાણ બંને યુવાનો ઉત્તરપ્રદેશથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા છે. અને હાલમાં તેઓ અસલાલીથી હાથીજણ જતાં રીંગરોડ પર આવેલા રૂદ્ર રોડલાઈન્સની ઓફિસ પાસે ઊભા છે.

- Advertisement -

ડ્રગ્સ અંગેની જાણકારી મળતા જ ક્રાઈમ બ્રાન્ચના એસ.જે. જાડેજા પોતાની ટીમ સાથે માહિતીવાળી જગ્યા પર પહોંચી ગયા હતા. જ્યાં બે શંકાસ્પદ યુવકો ઊભેલા જોવા મળ્યા હતા. પોલીસે શકમંદ બંને યુવકના નામ પુછતા આઝમખાન પઠાણ અને ઉત્તરપ્રદેશનો કૈફખાન પઠાણ જણાવ્યું હતું. પોલીસને ચોક્કસ બાતમી હતી તે જ શકમંદો મળી જતા તેમણે બંનેની અંગ જડતી કરી હતી. અંગ જડતી કરતા ખીસ્સામાંથી સફેદ રંગનો પદાર્થ મળી આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે એફ.એસ.એલ.ની ટીમને જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતે અને તેમણે ચકાસણી કરતાં સફેદ રંગનો પદાર્થ એમ.ડી. ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી આગળ તપાસ શરૂ કરતા પોલીસને બંને યુવાનોના ખીસ્સામાંથી ઉત્તરપ્રદેશની ટ્રેનની ટિકિટ પણ મળી હતી.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ડ્રગ્સનો જથ્થો ઉત્તરપ્રદેશના આઝાદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપીઓ આ ડ્રગ્સનું અમદાવાદમાં છુટક વેચાણ કરી રહ્યા હતા, આરોપીઓ ડ્રગ્સના જથ્થાને ટ્રેન મારફતે અમદાવાદ સુધી લઈને આવ્યા હતા. અમદાવાદમાં 1300 કિલોમીટર દૂરથી ડ્રગ્સ લઈને કેવી રીતે આવ્યા, ડ્રગ્સનો જથ્થો કોને-કોને આપવાનો હતો? અને અગાઉ આ પ્રકારે કેટલીવાર ડ્રગ્સ લઈને આવ્યા છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular