Friday, July 17, 2026
HomeGujaratAhmedabadવીડિયો - રોડ ક્રોસ કરતી મહિલાને રખડતા ઢોરે ઉડાવી, અમદાવાદીઓ સાચવજો તંત્ર...

વીડિયો – રોડ ક્રોસ કરતી મહિલાને રખડતા ઢોરે ઉડાવી, અમદાવાદીઓ સાચવજો તંત્ર ઊંઘમાં છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: શહેરમાં ઢોર પકડવાની કામગીરી 24 કલાક ચાલતી હોવાના દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા કરવામાં આવતા હોય છે. જોકે તેમ છતાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આજે શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં (Hatkeshwar area) રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ઢોરે અડફેટે લેતા મહિલા રોડ પર પટકાઈ હતી. હાલ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલ (LG Hospital) માં લઈ જવામાં આવી હતી. આ પ્રકારે સતત ઢોરનો ત્રાસ સામે આવી રહ્યો છે તે જોતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં જોગેશ્વરી રોડ ઉપર આવેલી સાંકા રબારીની ચાલી પાસે પારુલબેન કાલડીયા નામના મહિલા કામથી બહાર નીકળ્યા હતા, તે દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે ઢોરએ મહિલાને અડફેટે લીધી હતી. ઢોરની અડફેટથી મહિલા પહેલા બાઈક પર અને ત્યારબાદ રોડ પર પટકાઈ હતી. સમગ્ર બનાવ અંગેના સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઢોરે મહિલાને ફુટબોલના દડાની જેમ ફંગોળી નાખી હતી. મહિલા રોડ પર પટકાતા માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે.

- Advertisement -

એક જ અઠવાડીયામાં હાટકેશ્વર વિસ્તારમાં ઢોરના આતંકની આ બીજી ઘટના સામે આવી છે. અગાઉ એક વૃદ્ધ મહિલાને ઢોરએ અડફેટે લેતા જીવ ગુમાવ્યો હતો. વૃદ્ધ મહિલા હાટકેશ્વર ચાર રસ્તાથી ચાલતા ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો હતો. જોકે એક અઠવાડીયામાં ઢોરના આંતકનો આજે બીજો બનાવ બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની બેદરકારીના કારણે આ પ્રકારના બનાવ બની રહ્યા છે. મોટા ભાગે ગાયો રસ્તો રોકીને જ ઊભી હોય છે, દુર ઊભા હોઈ તો પણ ઢોર દોડીને મારવા આવી જાય છે, આજે જાનહાની થઈ હોત તો તેનું જવાબદાર કોણ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular