નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Gautam Adani net worth : એક સમયના વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગણાતા ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ ઓછી થવાની નામ નથી લઈ રહી. પોર્ટથી લઈને પાવર સુધીના વેપાર સાથે સંકળાયેલા અદાણી જૂથના (Adani Group) વડા ગૌતમ અદાણીની સંપત્તિ હવે ઘટીને $50 બિલિયનથી ઓછી થઈ ગઈ છે. 20 ફેબ્રુઆરી સોમવારે બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના (Bloomberg Billionaires Index) ડેટા અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ $49.1 બિલિયન છે અને તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 25માં નંબર પર આવી ગયા છે. બીજી તરફ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર (Forbes -Real Time Billionaires) લિસ્ટ અનુસાર ગૌતમ અદાણી $47.6 બિલિયનની નેટવર્થ સાથે 25માં નંબરે છે.
24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. 140 પાનાના આ અહેવાલે અદાણી જૂથને હચમચાવી નાખ્યું હતું. ત્યારથી અદાણી જૂથના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે અદાણીની કમાણી પર સતત અસર થઈ રહી છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો 24 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધીના 27 દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 77.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જો પડોશી દેશ પાકિસ્તાનને આ રકમ મળી હોત તો તેનું અડધું દેવું તેનાથી ચૂકવી શકાયું હોત. પાકિસ્તાન પર હાલમાં કુલ 121.75 અબજ ડોલરનું બાહ્ય દેવું છે.
20 ફેબ્રુઆરી સોમવારે બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ડેટા અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ $49.1 બિલિયન છે અને તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 25માં નંબર પર આવી ગયા છે. બીજી તરફ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર ગૌતમ અદાણી $47.6 બિલિયનની નેટવર્થ સાથે 25માં નંબરે છે. ગૌતમ અદાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે સંપત્તિનું અંતર પણ વધી રહ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી $83.6 બિલિયનની નેટવર્થ સાથે વૈશ્વિક અમીરોની યાદીમાં 11માં ક્રમે છે. જોકે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર અંબાણી $86 બિલિયનની નેટવર્થ સાથે 8માં સ્થાને છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








