નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે સરકારની નીતિઓની ટીકા ટિપ્પણીઓ સતત ચાલતી રહે છે. ઉપરાંત કેટલાક સરકારી કર્મચારીઓ (Govt Employees) પણ તંત્રની નીતિગત બાબતોની ટીકાઓ કરતા હોય છે. એવામાં સરકારે ટીકાકાર કર્મચારીઓને ચૂપ કરાવવા માટે ફતવો બહાર પાડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ સચિવોને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર સરકારી નીતિઓની ટીકા કરતા કર્મચારીઓની ઓળખ કરવામાં આવે.
દેશની આઝાદીના સમયથી જ જમ્મુ કાશ્મીર રાજકારણ માટે વિવાદનું કેન્દ્ર રહ્યું છે. વળી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકાર પર નિર્ણય યોગ્ય ઠેરવવાની વિશેષ જવાબદારી આવી હોય તેમ જણાય છે. એવામાં હવે સરકારી તંત્રના કર્મચારીઓ પણ ટીકા કરી સરકારી નીતિઓ બાબતે બોલતા થયા હોવા જોઈએ. કારણ કે એનડીટીવીના અહેવાલ પરથી માલૂમ પડે છે કે, ગત 17 ફેબ્રુઆરીના રોજ મુખ્ય સચિવ એ.કે. મેહતા દ્વારા જમ્મુ કાશ્મીરના સચિવોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવે. અને સરકારી નીતિઓની ટીકા કરતા કર્મચારીઓની ઓળખ કરી તેમને નોટિસ આપવામાં આવે.
ધ વાયર હિન્દી ડોટ કોમ (TheWire) પર પ્રસિધ્ધ અહેવાલમાં આ બાબતે સુત્રોને ટાંકીને જણાવાયું છે કે, એ. કે. મેહતાએ તમામ સચિવોને નિયમિત રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાકવા અને જી.એ.ડી.ને માહિતી આપી ટીકા કરતા કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવે.
એનડીટીવીના (NDTV) અહેવાલ મુજબ સબંધિત જિલ્લાના અધિકારીઓએ દરેક જિલ્લા અને ક્ષેત્રના અધિકારીઓને આ સંદેશ પહોંચાડી દિધો છે. જેમાં જણાવ્યું છે કે, જી.એ.ડી. દ્વારા જરૂરી સર્ક્યુલર પ્રસિધ્ધ થાય ત્યાં સુધી પોતાના તાબાના કર્મચારીઓને આ નિર્દેશ બાબતે જાગૃત કરવામાં આવે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








