Wednesday, September 23, 2026
HomeGujaratઅરવલ્લીમાં પોલીસકર્મી દારૂના કેસમાં તોડ કરવા ગયા અને ભરાયા

અરવલ્લીમાં પોલીસકર્મી દારૂના કેસમાં તોડ કરવા ગયા અને ભરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli News: ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban in Gujarat)હોવા છતાં અવાર-નવાર પાડોશી રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઠલાવવામાં (Alcohol smuggling)આવતો હોય છે. જોકે ગુજરાતની બોર્ડર પર પોલીસનું (Gujarat Police) સધન ચેકિંગ હોવા છતાં આ પ્રવૃતિ બંધ થવાનું નામ નથી રહી, અનેકવાર બુટલેગર અને પોલીસની જુગલબંધી પણ સામે આવી છે. તેમ છતાં કેટલાક પોલીસકર્મી દ્વારા કડક કાર્યવાહી કરવાના બદલે પૈસા માટે ખાખીને લજાવતા હોય છે. ત્યારે રાજસ્થાન બોર્ડરથી નજીક આવેલા ગુજરાતના અરવલ્લીમાં દારૂના કેસમાં તોડ (Birbe Liquor Case)કરવા જતા પોલીસકર્મી એ.સી.બી.ના(ACB Gujarat)હાથે ઝડપાઈ ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. વિનોદ ખાતરાભાઈ સુવેરાએ ફરિયાદી સામે દારૂનો કેસ કર્યો હતો. આ કેસમાં જામીન આપવા માટે એ.એસ.આઈ. વિનોદે ફરિયાદી પાસે 3 હજારની લાંચ માગી હતી અને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ફરિયાદી લાંચ આપવા માગતો ન હોવાથી સમગ્ર બનાવની જાણ એ.સી.બી.માં કરીને ફરિયાદ આપી હતી.

- Advertisement -

ફરિયાદના આધારે એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર એચ. પી. કરેણ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતું. આ દરમિયાન એ.એસ.આઈ. વિનોદ ફરિયાદી પાસેથી લાંચની રકમ લેતા ઝડપાઈ ગયો હતો. એ.સી.બી.એ એ.એસ.આઈ. વિનોદને ડીટેઇન કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular