નવજીવન ન્યૂઝ. સુરત: Surat Latest News: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલનગર સોસાયીટના રહીશો આજે પણ કાદવથી (Mud in Surat Society)પરેશાન છે. ઘરમાં જમીનમાંથી નીકળતા કાદવના પ્રવાહના કારણે જમીનમાંથી લાદીઓ પણ ઉખડવા લાગી હતી. સાથે જ એક ઘર તો રીત સર કાદવથી ભરાઈ ગયું હતું. 72 કલાકથી આ સમસ્યા સમજવા માટે મેટ્રો પ્રોજેક્ટના એન્જિનિયર્સ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સોસાયટીના અસરગ્રસ્તો હજુ પણ ઘર છોડી હોટલમાં રહેવા મજબૂર બન્યા છે. મળતી વિગતો અનુસાર મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ (Surat Metro Officers) દ્વારા આ પરિવારોને હોટલમાં ઉતારો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતની વિઠ્ઠલનગર સોસાયટી નજીકથી હીરા બાગ વિસ્તારમાં મેટ્રો ટ્રેન પસાર થઈ રહી છે. ત્યારે બે દિવસ પહેલા અચાનક જ વિઠ્ઠલનગર સોસાયટીના કેટલાક ઘરમાંથી અચાનક કાદવ નીકળવાનું શરૂ થયું હતું. ભયંકર કાદવના પ્રવાહને કારણે ઘરના વૉશબેઝીન અને ગટરના કનેક્શનમાંથી પણ કાદવ ઘરમાં પહોંચી રહ્યો હતો. સોસાયટીના મકાનો કાદવના કારણે જોખમી હોય આ મકાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. સાથે જ મેટ્રો પ્રોજેક્ટના કામને થોભાવી દઈ કાદવની સમસ્યાને સમજવા એન્જિનિયર્સને કામે લગાવાવમાં આવ્યા છે. ત્યાં સુધી અસરગ્રસ્ત પરિવારને મેટ્રોના અધિકારીઓએ હોટલમાં ઉતારો અને જમવાની વ્યવસ્થા કરાવી ખસેડી લેવાયા છે. પરંતુ આજે 72 કલાક બાદ પણ કાદવ નીકળવાનું બંધ નહીં થતા સોસાયટીના રહીશો ચિંતામાં ગરકાવ છે.
ઘટનાને સમજવા હાઈટેક સાધનોથી તપાસ કરી રહેલા એન્જિનિયર્સ અંડર ગ્રાઉન્ડ મેટ્રો માટે ચાલી રહેલા કામના કારણે આવું થતું હોવાનું પ્રાથમિક તારણ મેળવી ચૂક્યા હોવાનું સુત્રો જણાવે છે. સાથે જે બંધ પડેલા બોર ડ્રિલિંગના કારણે ફૂટી જતા ઘરોમાં કાદવ નીકળતો હોય તેવી એન્જિનિયર્સને શંકા છે. આથી ફોલ્ટને સંપૂર્ણ રીતે સમજી સમાધાન ન મળી જાય ત્યાં સુધી મેટ્રોના પ્રોજેક્ટનું કામ અસરગ્રસ્ત વિસ્તારમાં અટકાવી દેવાયું છે. ટૂંક સમયમાં જ સમસ્યાનું નિરાકણ કરી ફરીથી કામને વેગ આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
આ બાબતે મીડિયા મારફતે અહેવાલ મળી રહ્યા છે કે, કાદવ નિકળવાની ઘટના માલમે મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓનું કહેવું છે કે આ કુદરતી રીતે બનેલી ઘટના છે. જેમાં કામમાં થયેલી કોઈ બેદરકારી નથી. આ ઘટનાના પ્રભાવિતોને થયેલી નુકશાનીનો તાગ મેળવી વળતર ચૂકવવામાં આવશે.

આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મીડિયાને જણાવ્યું હતું કે, મેં અસરગ્રસ્ત મકાનોની મુલાકાત લીધે છે અને જેમને નુકશાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવશે. સાથે કાનાણીએ કહ્યું હતું કે, અંડરગ્રાઉન્ડ ખોદકામ ચાલી રહ્યું હોય જૂના બોર ફૂટતા કાદવ બહાર આવી ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ અસરગ્રસ્તોને રહેવા-જમવાની વ્યવસ્થા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ કરતી કંપની દ્વારા કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








