Wednesday, August 19, 2026
HomeGeneralતાલાલામાંથી હથિયાર ની મીની ફેક્ટરી ઝડપી પાડતી ગીર સોમનાથ SOG

તાલાલામાંથી હથિયાર ની મીની ફેક્ટરી ઝડપી પાડતી ગીર સોમનાથ SOG

- Advertisement -

નવજીવન ન્યૂઝ. તાલાલા: Gir Somnath SOG Police to seize mini arms factory: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામની સીમમાંથી હથીયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ છે. તાલાલાના (Talala) ગુંદરણ ગામની સીમમાં કાળીધાર વિસ્તારના એક મકાનમાં દરોડો કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી એટલી માત્રામાં હથીયારનો જખીરો મળી આવ્યો હતો. ગીર સોમનાથ SOG (Gir Somnath SOG) ની ટીમે આરોપીના કબ્જામાંથી તલવાર, ફરસી, ધારીયા, ચાકૂ અને દેશી બંદૂક સહિતનો મુદ્દામાલ ઝડપી આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ 13 ફેબ્રુઆરીના રોજ ગીર સોમનાથના તાલાલા તાલુકાના વિસ્તારમાં SOGની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એ.એસ.આઈ. નરવણસિંહ ગોહિલ અને વિજયભાઈ બોરખતરીયાને હથીયાર બનાવતી મીની ફેક્ટરીની બાતમી મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે ગુંદરણ ગામની સીમમાં આવેલા કાળીધાર વિસ્તારમાં રામશીભાઈ કરંગીયા ઉંમર વર્ષ 55ના મકાનમાં દરોડો કર્યો હતો. દરોડો કરતા જ SOGની ટીમને ચોંકાવનારા દૃષ્યો જોવા મળ્યા હતા કારણ કે, મકાનમાં હથીયાર બનાવવાની મીની ફેક્ટરી જોવા મળી હતી.

- Advertisement -
Gir Somnath mini arms factory from Talala

પોલીસે ગુંદરણી સીમમાં ચાલતી હથીયારની આ મીની ફેક્ટરીમાંથી દેશી બંદૂક, જીવતા કારતૂસ, લોખંડની ગોળીઓ અને તલવાર, ચાકૂ, ધારીયા, ફરસી, ગુપ્તી, ભાલા અને કુહાડી જેવા ઘાતક હથીયાર કબ્જે તપાસ શરૂ કરી હતી. આ મામલે SOGએ આરોપી રામશીભાઈ કરંગીયાની ધરપકડ કરી તાલાલ પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ અને એક્સપ્લોઝીવ સ્ટોરેજ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: શ્વાનને મારવાની હિંસક ઘટના મામલે મોટા સમાચાર: ગીર સોમનાથ

આરોપી પાસેથી મોટી માત્રામાં હથિયાર અને હથીયાર બનાવવાના સાધનો ઝડપાતા તાલાલ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સાથે જ પોલીસે પણ મામલાની ગંભીરતા પારખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. બાદમાં પોલીસ આરોપી રામશીભાઈ કરંગીયા પાસેથી ઘાતક હથીયાર ખરીદનારાઓ સુધી પહોંચી તેમની પણ ધરપકડ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

જુઓ વિડિઓ 
- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular