નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી : આજે તારીખ 28 જાન્યુઆરીના રોજ દેશમાં ત્રણ-ત્રણ વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મધ્ય પ્રદેશ Madhya Pradesh માં બે અને રાજસ્થાન Rajasthan માં એક વિમાન દુર્ઘટના (Plane Crashed News) નોંધાઈ છે. મળતી વિગતો મધ્યપ્રદેશમાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 વિમાન ટકરાતા દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે રાજસ્થાનમાં વાયુસેનાનું ફાયટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
Plane Crashed in MP & Rajasthan:
મળતી માહિતી મુજબ દેશમાં મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળી કુલ ત્રણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં વાયુસેનાના બે વિમાન મિરાજ 2000 અને સુખોઈ-30 વચ્ચે ટક્કર થઈ હોવાના કારણે દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે.
Bharatpur Plane Crash:
બીજી તરફ રાજસ્થાનના ભરતપુરમાં પણ વાયુસેનાનું એક ફાયટર જેટ કોઈ કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મધ્યપ્રદેશમાં વિમાન દુર્ઘટના થતા પોલીસ તંત્ર અને કલેકટર તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. જ્યારે રાજસ્થાનમાં ભરતપુરના સેવર પોલીસ સ્ટેશનને દુર્ઘટનાની માહિતી મળવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહત્વની બાબત છે કે રાજસ્થાનના ભરતપુરના કલેકટર આલોક રંજને આ ચાર્ટર વિમાન ક્રેશ થયું હોવાની માહિતી આપી હતી બાદમાં એ.એન.આઈ. દ્વારા ઈન્ડિય એરફોર્સે સ્પષ્ટતા કરી હતી કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન ભારતીય સેનાનું છે.
મધ્યપ્રદેશના મુરૈના વિસ્તારમાં બે વિમાન ક્રેશ થતા માનવામાં આવે છે કે બંને વિમાન વચ્ચે ટકરાવ થયો હોય શકે. જ્યારે રાજસ્થાનમાં ટેકનિકલ ખામીને કારણે યુધ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હાલ સુધી સત્તાવાર રીતે કોઈ જાનહાની અને નુકશાન મામલે માહિતી સામે આવી નથી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
Tags: Today Plane Crash news Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








