નવજીવન ન્યૂઝ. મહિસાગર: સંતરામપુરમાં ગતરોજ રાત્રિના સમયે અચાનક જ બાઈકના શો રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે આસપાસના લોકમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઝપટમાં આવેલા શો રૂમમાં પડેલા વાહનો પણ ભડભડ સળગી ઉઠ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં ગતરોજ રાત્રે કોલેજ રોડ પર સ્થિત ગાંધી હોંડાના શો રૂમમાં અચાનક આગ લાગી હતી. બાઈકના શો રૂમમાં આગ ફેલાતા શો રૂમમાં રહેલા 100 જેટલા મોટરસાયકલ પણ આગની ઝપટમાં આવ્યા હતા. આગની ઝપટમાં વાહનો આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની લપટોએ શો રૂમને ઘેરી લીધો હતો. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

આગને પગલે આસપાસ હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી લોકો ટોળે વળ્યા હતા. આગની ઘટનાની જાણકારી મળતા તુરંત જ લુણાવાડાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે વાહનોના કાફલા સાથે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. હજુ સુધી આગની ઘટનાનું કારણ અને શો રૂમમાં થયેલી નુકશાનીની વિગત સામે આવી નથી. પરંતુ એક મીડિયાને શો રૂમના માલિકે જણાવ્યા મુજબ શો રૂમની અંદર 100 જેટલા મોટરસાયકલ અને સ્પેરપાર્ટસ હતા તે તમામ ખાખ થઈ ગયા છે. જેના કારણે અંદાજે રૂપિયા દોઢ કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








