Friday, June 5, 2026
HomeNationalSC:'આવા મામલા માત્ર અખબારોના પહેલા પાના માટે છે', યોગી આદિત્યનાથ વિરુદ્ધ દાખલ...

SC:’આવા મામલા માત્ર અખબારોના પહેલા પાના માટે છે’, યોગી આદિત્યનાથ વિરુદ્ધ દાખલ અરજી ફગાવતી કોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(UP CM Yogi Adityanath) સામે કેસ નોંધવાના નિર્દેશની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં તેમના પર રાજસ્થાનના અલવરમાં 2018ના ચૂંટણી પ્રચાર દરમિયાન કથિત વાંધાજનક ભાષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આવા કિસ્સાઓ માત્ર અખબારોના પહેલા પાના માટે

જસ્ટિસ બી. આર. ગવઈ અને વિક્રમ નાથની ખંડપીઠે કહ્યું કે તે આ મામલે દખલ કરવા ઈચ્છુક નથી. બેન્ચે કહ્યું, “આવા કિસ્સાઓ માત્ર (અખબારોના) પહેલા પાના માટે છે.” ખંડપીઠે અરજી ફગાવી દીધી હતી.

- Advertisement -

અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. અરજી ફગાવી દેતા હાઈકોર્ટે અરજદારને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ અરજી નવલ કિશોર શર્માએ દાખલ કરી હતી. અરજદારના જણાવ્યા અનુસાર, આદિત્યનાથે 23 નવેમ્બર, 2018ના રોજ અલવરમાં ચૂંટણી ભાષણમાં તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.

જિલ્લા કોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી

સર્વોચ્ચ અદાલતમાં જતા પહેલા, અરજદારે મઉની જિલ્લાની અદાલત સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ઉચ્ચ અદાલત સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી, જે પ્રાદેશિક અધિકારક્ષેત્રના આધારે ફગાવી દેવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular