Sunday, September 13, 2026
HomeGujaratRajkotજેતપુરમાં સાયકલના ગોડાઉનમાં અચાનક ભભૂકી હતી ઉઠી આગ, આગનું કારણ અકબંધ

જેતપુરમાં સાયકલના ગોડાઉનમાં અચાનક ભભૂકી હતી ઉઠી આગ, આગનું કારણ અકબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર(Jetpur)માં ગતરોજ સાંજના સમયે આગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સાયકલોથી ખીચોખીચ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટા ઉઠ્યા હતા. ઘટનાની જાણ આસપાસના રહીશો દ્વારા ગોડાઉનના માલિકને અને જેતપુરના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરમાં ગતરોજ મંગળવારની સાંજે લીલાપીઠ પાછળ નારાયણ સાયકલના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સાયકલના ગોડાઉનમાંથી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ધુમાડાના કારણે સ્થાનીકોને આગ લાગી હોવાનું માલૂમ પડતા તેમણે તાત્કાલીક સાયકલના ગોડાઉનના માલિક તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જેતપુર નગરપાલિકાના ફાયર ફાયટરો વાહનોના કાફલા સાથે સ્થલ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી તાત્કાલીક આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. સાથે જ સ્થાનિક રહીશોએ ગોડાઉનમાં પડેલી સાયકલો આગમાં હોમાતી બચી જાય માટે ફાયર વિભાગ સાથે મળી સાયકલોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

- Advertisement -

ફાયર વિભાગે આગ બુઝાવવા સાથે આગ લાગવાનું કારણ શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular