Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના વાડજમાં ડિમોલેશન બિલ્ડરોના ઈશારે, ધારાસભ્ય મેવાણીનો સણસણતો આક્ષેપ

અમદાવાદના વાડજમાં ડિમોલેશન બિલ્ડરોના ઈશારે, ધારાસભ્ય મેવાણીનો સણસણતો આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં મંગળવારના રોજ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન માટે સ્થળ પર બુલડોઝર ઘસી આવતા સ્થાનિક લોકમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોનું કહેવું હતું કે, અમારી પાસે કોઈ વૈકલ્પીક જગ્યા નથી કે ત્યાં સ્થળાંતર કરીએ. વળી કેટલાકનો આક્ષેપ પણ જોવા મળ્યો હતો કે કેટલાક ચોક્કસ બિલ્ડરને લાભ મળે માટે ભ્રષ્ટ અધિકારીઓની મીલિભગતથી ડિમોલેશન કરવામાં આવ્યું છે. દરમિયાન સ્થળ પર વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) પહોંચી ગયા હતા અને તંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી હતી.

ગતરોજ મંગળવારના બપોરના સમયે અમદાવાદ શહેરના વાડજમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવતા જ રોષ ભભૂકી ઉઠ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પર બુલડોઝર વડે કેટલાક બાંધકામ તોડી પાડવામાં પણ આવ્યા છે ત્યારે લોકો અધિકારીઓ અને બિલ્ડરની સાંઠગાંઠથી કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ કરતા હતા. દરમિયાન વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને માહિતી મળતા તેઓ પણ ડિમોલિશનના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર જઈ સ્થાનિક રહીશો સાથે વાત કરી મેવાણીએ તંત્રના હાજર રહેલા અધિકારીઓને વિનંતી કરી ડિમોલિશન અટકાવવા જણાવ્યું હતું. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી.

- Advertisement -

જીજ્ઞેશ મેવાણીએ આ મામલે ટ્વિટ કરી લખ્યું છે કે, ગુજરાત સરકારે ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીઘા છે અને હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે. અમદાવાદના વાડજમાં 250 કરતા વધારે પરિવારોના મકાનને પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે તાત્કાલીક સ્થળે ઘટના સ્થળે પહોંચી વહિવટી તંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી હતી. સાથે જ તેમણે અન્ય એક ટ્વિટ કરી લખ્યું છે કે, લોકોનો આરોપ છે કે તેમને મકાનો ખાલી કરાવવા માટે બિલ્ડરના ગુંડા તલવાર બતાવી ડરાવી રહ્યા છે. બનાવટી કાગળ ઉભા કરી ભ્રષ્ટાચાર પણ કરવામાં આવ્યો છે, જેમાં બિલ્ડર અને કેટલાય સરકારી અધિકારીઓ સામેલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular