Sunday, September 13, 2026
HomeGujaratRajkotરાજકોટઃ આખલા યુદ્ધમાં સ્કૂલ રિક્ષા અડફેટે આવી, બાળકોથી ભરેલી રિક્ષા પલટી

રાજકોટઃ આખલા યુદ્ધમાં સ્કૂલ રિક્ષા અડફેટે આવી, બાળકોથી ભરેલી રિક્ષા પલટી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજ્યમાં રખડતા ઢોરના કારણે થતાં અકસ્માતના બનાવ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તંત્ર દ્વારા 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. તેવામાં રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માત રાજકોટના જેતપુર(Jetpur)માં સામે આવ્યો છે. જાહેર રોડ પર બે ઢોર બાખડતા એક સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ટાફૂડી પરા વિસ્તારમાં આવેલા જાહેર રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જોકે આખલાઓ બાખડી રહ્યા હતા તે દરમિયાન પસાર થતી સ્કૂલ રિક્ષા સાથે અથડાયા હતા. જેના કારણે બાળકોથી ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. સ્કૂલ રિક્ષા પલટી ખાઈ જતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી હતી.

- Advertisement -

આ બનાવમાં બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રિક્ષામાં અંદાજીત 15 બાળકો સવાર હતા. જેતપુરમાં અવાર-નવાર ઢોરના યુદ્વને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા આવે તેવી માંગ સ્થાનીકોમાં ઉઠી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular