Sunday, April 19, 2026
HomeGeneralમાઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચ્યું, હોટલો હાઉસફુલ થઈ

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચ્યું, હોટલો હાઉસફુલ થઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત બાદ દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનને કારણે અન્ય રાજ્યમાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. ઉત્તરીય પવનોના કારણે ગુજરાતમાં પણ મોટા ભાગના શહેરનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે પાડોશી રાજ્યમાં આવેલા માઉન્ટ આબુમાં આજે તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચતાં (Mount Abu Temperature minus 6 degree) અનેક વિસ્તારોમાંની બરફની ચાદરો જોવા મળી હતી.

ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનને કારણે રાજસ્થાનમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સતત પ્રવાસીઓથી ધમધમતા માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્તા હોટલો હાઉસ ફુલ થઈ ગઈ છે. વાતાવરણનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા છે. માઉન્ટ આબુમાં થોડા દિવસ પહેલા તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું હતું, જોકે હાલ માઈનસ 6એ તાપમાન પહોંચતા ગાડીઓ પર અને જમીન પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. માઉન્ટ આબુમાં શિયાળામાં તાપમાન શુન્યથી માઈનસમાં થઈ જતાં મોટી સંખ્યામાં ગુજરાતી આવતા હોય છે.

- Advertisement -
માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચ્યું

રાજ્યમાં વહેતી શીત લહેરના કારણે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબથી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોને ઠંડીના ચમકારાનો અહેસાસ કરાવી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે કચ્છના નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાજ્યમાં બે દિવસ ઠંડી યથાવત્ રહેવાની આગાહી છે.

Tag: Mount Abu Temperature minus 6 degree | Guru Shikhar Mount Abu Weather tomorrow

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular