નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજરોજ BRTS Bus catches fire in Ahmedabadમાં અચાનક આગ ભભૂકી ઉઠતા (Ahmedabad brts news today) નાસભાગ મચી ગઈ હતી. બસમાં આગ ભભૂકી ઉઠતા બસમાં બેસેલા પેસેન્જર સહિત આસપાસ હાજર લોકોમાં પણ ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. બસમાં આગ લાગવાની ઘટનાને પગલે લોકોમાં અમદાવાદ મહાનગરપાલિકા અને બસના રખરખાવની કાર્યવાહી પણ સવાલ પેદા થયા છે.
આજરોજ 31 ડિસેમ્બરના દિવસે અમદાવાદના ખાણીપીણી અને કપડાંના વેપારથી ધમધમતા લૉ ગાર્ડન પાસેથી પસાર થઈ રહેલી બીઆરટીએસ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. લૉ ગાર્ડન નજીક શહીદ કીનારીવાલા બસ સ્ટોપ પાસે જ બસમાં આગ લાગતાની સાથે જ મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. આ તકે આસપાસથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ફફડી ઉઠ્યાં હતા. બસ થોડી ક્ષણોમાં જ આગની લપટોથી ઘેરાઈ ગઈ હતી અને આસપાર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બસમાં આગ લાગ્યાની ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લઈ લીધી હતી. દરમિયાન રસ્તા પર ટ્રાફિકજામના દૃષ્યો સર્જાયા હતા અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાને કારણે લોકો મહાનગરપાલિકા અને બસના રખરખાવની કામગીરી પર સવાલો કરતા જોવા મળ્યા હતા. કેટલાક રોષે ભરાયેલા લોકો કહેતા જણાયા હતા કે, આ પ્રકારે જ જો બીઆરટીએસની જાળવણીમાં તંત્ર ઉદાસીન રહેશે તો બસ મોતનું વાહન બની જતા વખત નહીં લાગે. સાથે જ લોકો બસની માવજત અને સમયસર રખરખાવ કરવામાં આવે તેવી માગણી કરતા પણ જોવા મળ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








