Saturday, August 15, 2026
HomeGujaratશેત્રુંજય પર્વત પરના ધર્મ સ્થાનના વિવાદને લઈ જૈન ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં...

શેત્રુંજય પર્વત પરના ધર્મ સ્થાનના વિવાદને લઈ જૈન ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કરશે મહારેલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ભાવનગરના પાલિતાણામાં સ્થિત શેત્રુંજય પર્વત પરના જૈન અને હિન્દૂ ધાર્મિક સ્થાનોનો વિવાદ વધુ વકર્યો છે. ત્યારે જૈન સમાજે શ્રી શેત્રુંજય મહાતીર્થના મુદ્દાને લઈ મહારેલીનું આયોજન કર્યું છે. મળતી માહિતી મુજબ જૈન સમાજે ગુજરાતના અમદાવાદ, સુરત ઉપરાંત મુંબઈ અને દિલ્હીમાં પણ મહારેલીનું આયોજન કર્યું છે. જેમાં તેઓની માગણી છે કે, ગિરીરાજ પર બનતા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવે અને સમ્મેદ શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવામાં આવે.

ભાવનગર જિલ્લાના શેત્રુંજય પર્વત પર ધાર્મિક સ્થાનોને લઈ વિવાદ શરૂ થયો હતો. શેત્રુંજય પર્વત પર જૈન મંદિર સહિત નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નીલકંઠ મંદિરમાં પુજારી અને આણંદજી કલ્યાજી પેઢી વચ્ચે વિવાદ સર્જાયો હતો. હિન્દૂ સંગઠનોએ નીલકંઠ મહાદેવ મંદિર પર આણંદજી કલ્યાણજી પેઢીએ કબજો લઈ ત્યાં ચોકીદારની નિયુક્તી કરી હતી. આ વિવાદ ચરમસીમા ત્યારે પહોંચ્યો જ્યારે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. સાથે જ રોહિશાળામાં જૈન તિર્થંકર આદિનાથના પ્રાચીન પગલા પણ ખંડિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડતા જૈન સમાજે હવે મહારેલી કરાવનું નક્કી કર્યું છે. જેમાં જૈન સમાજ શેત્રુંજય પર્વત પર મહારતીર્થની રક્ષા માટે ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં રેલી કરી સુરક્ષાની માગણી કરશે. આ રેલીમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી શક્યતાઓ વાયરલ થાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular