નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કોરોના વાયરસના હાહાકારના પડઘા હજુ પણ શમ્યા નથી. વિશ્વભર ચિંતામાં છે ત્યારે અમેરિકામાં કોરોનાનું નવું વેરિયન્ટ XBB.1.5 (New XBB Variant Dangerous) મળી આવ્યું છે. આ વેરિયન્ટને અન્ય વેરિયન્ટની સરખામણીમાં વધારે ખતરનાક હોય તેમ માનવમાં આવે છે. એવામાં ભારતમાં (India) પણ XBB.1.5 નો એક કેસ મળી આવ્યો હોવાના અહેવાલ સામે આવતા જ સરકાર એલર્ટ બની છે. ત્યારે ગુજરાતમાં પણ નવા વેરિયન્ટથી (Gujarat New Corona Variant) પોઝિટિવ એક કેસ સામે આવ્યાનો દાવો ગુજરાતના આરોગ્ય વિભાગે (Health Department of Gujarat) ફગાવી દીધો છે.
ગુજરાતમાં કોરોનાનો વધારે ખતરનાક વાયરસ સામે આવ્યો હોવાની વાતો વહેતી થતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. ત્યારે એક મીડિયાના અહેવાલમાં ગુજરાત સરકારના ફેમિલી વેલ્ફેરના એડિશનલ ડિરેક્ટર ડૉ. નિલમ પટેલને ક્વોટ કરી જણાવ્યું છે કે, તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં નવો કોઈ વેરિયન્ટ નથી. હાલ રહેલા દર્દીઓમાં રહેલો વાયરસ કોમન વેરિયન્ટનો છે. તેમણે કહ્યું હતું કે, 75.1 ટકા દર્દીમાં XBB વેરિયન્ટ આવે છે. જ્યારે છેલ્લા મહિનામાં આવેલા 75 ટકા કેસમાં આ જ વેરિયન્ટ જોવા મળ્યો છે.
ચાઈના મૂળના અમેરિકન આરોગ્ય નિષ્ણાંત એરિક ફિગેલ ડિંગે ટ્વિટ કરી જણાવ્યું છે કે, XBB.1.5 વેરિયન્ટ અગાઉના BQ1 વેરિયન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવી શકે છે. આ વેરિયન્ટ માણસની રોગ પ્રતિકારક સિસ્ટમને ચકમો આવી શકે છે. સાથે જ તેમણે અમેરિકા દ્વારા XBB.1.5 વેરિયન્ટના સાચા આંકડા પ્રસિધ્ધ નહીં કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યોનો પણ અહેવાલમાં ઉલ્લેખ જોવા મળે છે.
Tag Gujarat New Dangerous CoronaVirus Variant
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








