નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઉઝબેકિસ્તાન સરકારે ભારતીય કફ સિરપના કારણે બાળકોના મોતનો દાવો કરતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભારત સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય(Ministry Of Health) પણ સતર્ક થઈ ગયું છે. આ મામલે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)એ પણ શુક્રવારના રોજ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરના રોજ ડોક-1 મેક્સ કફ સિરપના અહેવાલને ધ્યાને રાખી 29 ડિસેમ્બરના રોજથી મેરિયન બાયોટેકની દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે. હાલ આ મામલે આગળની તપાસ ચારી રહી છે.
ભારતીય કફ સિરપના કારણે કથિત રીતે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મૃત્યુ બાદ દવા ઉત્પાદક કંપની મેરિયન બાયોટેક પર સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે ભારત સરકાર પણ સતર્ક થઈ કાર્યવાહી કરી રહી છે. સાથે જ કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં થયેલા બાળકોના મોતનો રિપોર્ટ પણ માગ્યો છે.
ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે 18 બાળકોના મોતના અહેવાલ બાદ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તુરંત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે આ મામલા પર નજર રાખી રહ્યા છે. આ મામલે તેણે કહ્યું હતું કે, આ મામલે તપાસના આધારે દાવ ઉત્પાદન કરતી કંપની સામે પગલા લેવામાં આવશે. જ્યારે ઉત્તરપ્રદેશ સરકારના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, મેરિયન બાયોટેક કંપની દ્વારા ડોક-1 મેક્સ દવા ભારતમાં વેચાણ કરતી નથી તેમણે માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરી છે.
સાથે જ મનસુખ માંડવીયાએ ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશના નોઈડામાં સ્થિત આ કંપનીના કફ સિરપના નમૂના લેવામાં આવ્યા છે. જે નમૂનાને ચંદીગઢ ખાતેની પ્રાદેશિક દવા પરિક્ષણ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. ઉપરાંત સાવચેતીના પગલા લેતા તારીખ 29 ડિસેમ્બરની રાત્રિથી મેરિયન બાયોટેકની તમામ દવાઓના ઉત્પાદન પર રોક લગાવી દીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








