Friday, April 17, 2026
HomeGujaratGir Somnathવેરાવળમાં નિર્માણાધિન ફૂડઝોનમાં ગેરરીતિના આરોપ, કોંગ્રેસે રજૂઆત કરતા કર્યા આક્ષેપ

વેરાવળમાં નિર્માણાધિન ફૂડઝોનમાં ગેરરીતિના આરોપ, કોંગ્રેસે રજૂઆત કરતા કર્યા આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં નિર્માણધિન ફૂડ કોર્ટમાં ગેરરીતિના આક્ષેપ સામે આવ્યા છે. આ મામલે વેરાવળ કોંગ્રેસ(Congress)ના કાર્યકરો દ્વારા પાટણ વેરાવળ નગરપાલિકાને રજૂઆત કરી હતી.

Veraval Congress
Veraval Congress

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ફૂડ કોર્ટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ નિર્માણકાર્યમાં કોંગ્રેસના કાર્યકરોએ ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ પાણીના ટાંકા પાસે, અંદાજીત 1 કરોડથી વધારે ખર્ચે ફૂડ કોર્ટ બની રહ્યું છે. આ જમીનની માલિકી નગરપાલિકાની છે કે તેને ભાડા પટ્ટા પર આપવામાં આવી છે તેની માહિતી માટે તેમજ દુકાનોની હરાજી કરવા માટે અખબારી માધ્યમમાં જાહેરાત કર્યા બાદ યોગ્ય રીતે કામ કરવા આવેદન પાઠવવામાં આવ્યું હતું. સાથે જ ટેન્ડર સમયે છાપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પાછળથી તેમાં ઉમેરો કરવામાં આવ્યું હતું. વળી ગટરના કામ બાકી હોવા છતા પેવર બ્લોક ફીટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જો ભવિષ્યમાં ગટર બનાવવાની થાય તો બ્લોક તોડી કામ કરવું પડે. આવું કરવાથી પ્રજાના પૈસાનો ફાલતું વેડફાટ થાય. તો આ પ્રકારે અયોગ્ય કામગીરી કરવાનું કારણ શું તેવા સવાલ સાથે નગરપાલિકા પર ગેરરીતિના આક્ષપે કરવામાં આવ્યા છે.

- Advertisement -
Foodzone veraval
Foodzone veraval

આ અંગે નગરપાલિકાના ચીફ ઑફિસર ચેતન ડુડીયાએ જણાવ્યું હતું કે, ફૂડ કોર્ટની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તેમજ જ્યાં બ્લોક લગાવાયા છે ત્યાં ડ્રેનેજ લાઈન માટે જગ્યા રાખી દેવામાં આવી છે. તેમજ જ્યારે આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થશે ત્યારે તેની નિયમાનુસાર ફાળવણી કરવામાં આવશે.

Veraval Foodzone
Veraval Foodzone

આ મામલે રજૂઆત કરતા સમયે વેરાવળ શહેર કોંગ્રેસના મહામંત્રી ડૉ. હિતેશ જીમુડિયા સહિતના કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.

(માહિતી સંકલન: પરાગ સંગતાણી. વેરાવળ)

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular