Sunday, April 19, 2026
HomeGujaratRajkotમોડી રાત્રે ડ્રાયવર વિનાનું ટ્રેક્ટર રસ્તો ઓળંગી ચાલતું જોવા મળ્યું: વિડીયો વાયરલ

મોડી રાત્રે ડ્રાયવર વિનાનું ટ્રેક્ટર રસ્તો ઓળંગી ચાલતું જોવા મળ્યું: વિડીયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ(Gondal News) તાલુકાના મોવિયા ગામમાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં રાત્રિના સમયે અચાનક ચમત્કારીક રીતે ડ્રાયવર વગર જ ટ્રેક્ટર ચાલી નિકળ્યું હોવાની માહિતી મળી રહી છે. મોડી રાત્રિના સમયે બનેલા આ બનાવના સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજ પણ સામે આવતા વાયરલ થયા છે. લોકો વાયરલ વિડીયો જોઈ આશ્ચર્યચકિત થઈ વિવિધ ચર્ચા કરતા જોવા મળી રહ્યાં છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં મોવિયા ગામ ખાતે મોડી રાત્રિના સમયે ડ્રાયવર વગર ટ્રેક્ટર ચાલ્યું હોવાની વાત હાલ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ, મોવિયાના શ્રીનાથગઢ રોડ પર સ્થિત પંચરની દુકાન પાસે એક ટ્રેક્ટર પાર્ક કર્યું હતું. ટ્રેક્ટરનો માલિક ખોડિયાર પંચર નામની દુકાન ધરાવે છે. તેમણે સવારે આવી દુકાન પાસે પાર્ક કરેલું ટ્રેક્ટર નહીં હોવાથી તપાસ કરી હતી. તેમને ટ્રેક્ટર મળ્યું તો ખરું પરંતુ તે તેમણે પાર્ક કરેલા સ્થળે કરતા ઘણું દુર જોવા મળ્યું હતું.

- Advertisement -

ટ્રેક્ટરનું સ્થાન બદલી જતા માલિક યોગેશભાઈએ શંકા જતા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. પરંતુ ફૂટેજના દ્રશ્ય જોઈ યોગેશભાઈ સહિતના હાજર લોકો માથું ખંજવાળવા લાગ્યા હતા. કારણ કે તેમનું ટ્રેક્ટર રાત્રિના સમયે કોઈ ડ્રાયવર વગર ચાલુ થયું અને રસ્તો ઓળંગી ચાલતું જોવા મળ્યું હતું. આ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું દરમિયાન તેની નજીકથી એક ટ્રક અને બે બાઈક સવાર પણ પસાર થયા હતા. ટૂંકમાં આ ઘટના તેમણે નજરે જોઈ હશે તેવું લોકોનું માનવું છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સાથે જ ગોંડલ પંથકમાં અનેક તર્ક વિતર્ક સાથેની ચર્ચાઓ પણ શરૂ હતી, કેટલાક આ ઘટનાને ચમત્કારીક ઘટના જૂએ છે તો કેટલાક વૈજ્ઞાનિક ઢબે સમજવા પ્રયાસ કરી રહ્યાં છે. વળી કેટલાક તો આ ઘટનાને ભૂત પ્રેતની વાતો સાથે પણ સાંકળતા જોવા મળ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular