Tuesday, September 8, 2026
HomeGujaratRajkotકેમિકલ યુક્ત ફૂડથી વિવાદમાં રહેલા સન્નીપાજી વિરૂધ્ધ પત્નીએ કરી ફરિયાદ, ત્રાસ અને...

કેમિકલ યુક્ત ફૂડથી વિવાદમાં રહેલા સન્નીપાજી વિરૂધ્ધ પત્નીએ કરી ફરિયાદ, ત્રાસ અને હત્યાની ધમકીનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટનું જાણીતું રેસ્ટોરન્ટ ‘સન્ની પાજી દા ઢાબા’ના માલિક વિવાદમાં ઘેરાયા છે. સન્ની પાજી દા ઢાબા(Sunny Paji Da Dhaba rajkot)ના માલિક અમનવિરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા વિરૂધ્ધ સન્નીપાજીની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. સન્નીપાજીની પત્નીએ ફરિયાદમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની તેમજ હત્યા કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ફરિયાદમાં સન્નીપાજી અને તેના પિતા વિરૂધ્ધ પોલીસે આઈપીસી કલમ 498(ક), 506(2) અને 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.

પ્રેમ પાંગર્યા બાદ કર્યા હતા લગ્ન

રાજકોટમાં સોશિયલ મીડિયા અને સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટથી પ્રખ્યાત થયેલા સન્નીપાજી અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સન્નીપાજીના પત્નીએ તેણીને શારીરિક અને માનસિક ત્રાસ તેમજ નશો કરેલા પતિએ રિવોલ્વર અને તલવારથી હત્યા કરી નાખવાની ધમકી આપી હોવાની મહિલા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે , વર્ષ 2014માં ડાન્સ ક્લાસમાં જત હતી ત્યારે તેણીને સન્નીપાજી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.

- Advertisement -

દારૂના નશામાં કરતો મારઝૂડ

પ્રેમસબંધ બાદ પરિવારની સહમતીથી તેઓ વર્ષ 2017માં ગુરુદ્વારામાં જઈ શીખ ધર્મના રિત-રીવાજ મુજબ લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્નબાદ તેણીએ બે સંતાનને જન્મ આપ્યો હતો અને હાલ તેણી સાડા ચાર વર્ષ અને ત્રણ વર્ષના દિકરાની માતા છે. પરંતુ હાલ લગ્ન જીવનમાં શંકા કુશંકા અને પતિની દારૂ પી ગાળો ભાંડવાની આદતને કારણે ખટાશ આવી છે..

પરસ્ત્રી સાથે રાખતો સબંધ

સાથે જ તેણીએ આક્ષેપ કર્યા છે કે, લગ્નના થોડા સમય બાદથી જ તેનો પતિ સન્નીપાજી નશો કરી મારકૂટ કરવા લાગ્યો હતો અને બાદમાં તેમાં તેના સસરા પણ સમર્થન કરવા લાગ્યા હતા. સાથે જ સસરા પણ દારૂ પી અપશબ્દો બોલી ગેરવર્તન કરવા લાગ્યા હતા. પરંતુ મહિલા બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ આ બધુ સહન કરી રહી હતી. સાથે જ તેણીનો આરોપ છે કે, તેણીને લગ્નના બે માસ બાદ પતિના પરસ્ત્રી સાથેના અનૈતિક સબંધની માહિતી મળી હતી. આ વાતની જાણ તેણીએ સસરા અને દાદાજી સસરાને પણ કરી હતી પરંતુ તેઓ જણાવતા કે તમે કશું કહેશો નહીં તે હવે આવું નહીં કરે. છતાં પણ તેનો પતિ સુધર્યો નહીં અને મારઝૂ કરવા લાગ્યો હતો.

સ્ત્રીધન પણ હડપ કર્યાનો આરોપ

સ્ત્રીધન હડપ કરી જવાના આરોપ કરતા મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની તમામ વસ્તુ પણ તેના સાસરી પક્ષ પાસે છે અને તેને પરત કરવામાં નથી આવતી. અને સસરા તેજેન્દ્રસિંઘ તેને પહેરેલા કપડે પિયર મુકી ગયા હતા. આ મામલે પાંચ વખત સમાધાનના પ્રયાસ બાદ પણ પતિના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. આખરે કંટાળી યુવતીએ કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સની ફરિયાદ કરી હતી અને ભરણપોષણની પણ માગણી કરી હતી. ત્યારે તેના પતિએ સન્નીપાજી દારૂ પી તેના પિતાના ઘરે આવી બાળકોને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેને રોકી ફોન કરવા માટે ફોન લીધો તો ગુસ્સે ભરાયેલા પતિએ ફોન ઝુંટવી લીધો હતો અને બાદમાં વર્ષ 2021થી તેણી પિયરમાં રહી રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular