Wednesday, October 28, 2026
HomeGujaratRajkotરાજકોટઃ કાળીયા ઠાકરના દર્શન કરી પરત ફરતા ઈકો કાર ટ્રકમાં ઘુસી, 2...

રાજકોટઃ કાળીયા ઠાકરના દર્શન કરી પરત ફરતા ઈકો કાર ટ્રકમાં ઘુસી, 2 નિવૃત ASI સહિત 4ના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. જોકે આ હાઈવે પર રોજબરોજ અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરે એરિયામાં આવતા માલિયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હોવાની વિગત સામે આવી છે. અકસ્માતમાં બે નિવૃત એએસઆઈ સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મોડીરાત્રે અમદાવાદ રોજકોટ હાઈવે પર માલીયાસણ ગામ નજીક GJ 03 BW 0335 નંબરના ટ્રકમાં અને GJ 03 KC 2269 નંબરની ઈકો કાર ધુસી ગઈ હતી. ટક્કર એટલી જબરજસ્ત હતી કે ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘુસી ગયો હતો. આ બનાવમાં ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આઠ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ કુવાડવા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉપરાંત ઈજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

ઈકો કારમાં સવાર તમામ લોકો ડાકોર દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે માલિયાસણ ગામ પાસે અકસ્માત થયો હતો. અકસ્માતમાં રાજકોટના જામનગર રોડ પર આવેલા પરાશર પાર્કમાં રહેતા નિવૃત્ત એએસઆઈ પૃથ્વીરાજસિંહ બહાદુર સિંહ જાડેજા અને રેલ નગર પાસે રહેતા જયેન્દ્રસિંહ ઉમેદ સિંહ ઝાલા, પૂરવઠા કર્મચારી ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેમના દાદી મયાબા જાડેજાના મોત નિપજ્યા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પુરી કરીને મૃતકોની લાશને પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. હાલ પોલીસ અકસ્સમાત બનવાના કારણ અંગે તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધી રહ્ય છે. આ હાઈવે પર કામ ચાલતું હોવાથી અનેક જગ્યાએ ડાઈવરઝન આપવામાં આવ્યા છે. સાથે જ રોડની હાલત પણ કેટલીક જગ્યાએ અતિ બીસ્માર છે, ઉપરાંત અનેક જગ્યાએ રોડ પર ડિવાડરમાં કટ હોવાથી ટર્ન લેતી વખતે સ્પીડમાં આવતા વાહનો સાથે અથડાતા હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular