નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ ટિકટોક એપ પર પ્રતિબંધને ઘણો સમય થઈ ગયો. પરંતુ Tiktok થી અનેક લોકોને સોશિયલ મીડિયામાં ફેમશ થઈ ગયા છે, તેમાં પણ વિવાદીત નામ કિર્તી પટેલ (Kirti Patel) એવું છે કે જેના માટે સમાચાર વેબસાઈટોએ Kirti Patel News ની અલાયદી વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતી છે. જેમાંની એક ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અવારનવાર વિવાદમાં રહેતી હોય છે. જેના કારણે પોલીસ સ્ટેશનની હવા પણ ખાવાના વારા આવી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર કિર્તી પટેલ વિવાદમાં આવી છે. જે મામલે જૂનાગઢના ભેંસાણ (Bhesan) માં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કર્યો છે.
Kirti Patel ની ભેસાણમાં ધરપકડ
ટિકટોક સ્ટાર કિર્તી પટેલ ધણા સમયથી સોશિયલ મીડિયામાં બેફામ વાણી વિલાસ કરતા વીડિયોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે કિર્તી પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને મારવા માટે કિર્તી તેના સાથીદારો સાથે જુનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. જોકે પોલીસ આવી પહોંચતા તમામની ધરપકડ કરી હતી. પોલીસે કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

સુરતથી સાથીદારો સાથે કિર્તી માર મારવા આવી Bhesan
જુનાગઢમાં ભેસાણના નવા બસ સ્ટેશન પાસે રહેતા 48 વર્ષીય જમનભાઈ બાવાભાઈ ભાયાણી સામે કિર્તી પટેલ વીડિયો બનાવીને માર મારવાની ધમકી આપ્યા બાદ તેને માર મારવા સુરતથી સાથીદારો સાથે પહોંચેલી કિર્તી પટેલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જોકે પોલીસ સમયસર પહોંચી જતાં મોટી માથાકુટ થાય તે પહેલા જ કિર્તીને તેના સાથીદારો સાથે ઝડપી પાડવામાં આવી હતી.
Kirti Patel દ્વારા પોલીસ સાથે ઘર્ષણનો Video
કિર્તી સહિત 10 સામે રાયોટિંગનો ગુનો દાખલ
ભેસાણના જમનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કીર્તિ પટેલ, અજય મંગુ જેબલીયા, અવનીક ભરત વધાસીયા, ભરત ધીરુ મજેઠીયા, જીતેન્દ્રસિંહ રાઠોડ, જતિન લાઠીયા, વૈશાખ અરવિંદ રફાળીયા, યશ વિપુલભાઈ મુજપરા, સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા, જયદિપ લાઠીયા સામે ગેરકાયદે મંડળી રચીને મારવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Tag: TikTok star Kirti Patel and her friends arrested in Bhesan
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








