નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો. જોકે ચૂંટણી પ્રચાર, જાહેર સભાઓમાં વીવીઆઈપી મુમેન્ટના કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી હતી. જોકે ચૂંટણી પરિણામ બાદ પણ શપથવિધિમાં PM નરેન્દ્ર મોદી સહીતના અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ અને નેતાઓ ઉપસ્થિત રહેતા પોલીસ વ્યસ્ત જોવા મળી હતી. જેનો લાભ લઈને શહેરમાં નકલી પોલીસ બનીને લોકોને છેતરતા લોકો સક્રિય થયા છે. અમદાવાદમાં ગઈકાલે નકલી પોલીસની કારસ્તાન બહાર આવ્યું છે. 70 વર્ષના વૃદ્ધને છોકરીઓની છેડતી કરતાં હોવાનું કહી ડરાવી ધમકાવીને બળજબરી પુર્વક પૈસા પડાવી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ તેમના પરિવાર સાથે રહે છે. તેમણે આણંદ ખાતે રહેતા મિત્રના જવા માટે એસ.ટી. બસમાં બેસીને આણંદ ગયા હતા. જ્યાં એક દિવસ રહ્યા બાદ પાછા અમદાવાદ પરત આવ્યા હતા. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ઉતરીન ઘરે જવા માટે આસ્ટોડિયા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા. જ્યાં તેમણે રોડ પર બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બે અજાણ્યા લોકો તેમની પાસે બાઈક લઈને આવ્યા હતા અને કહ્યું હતુ કે, અમે પોલીસવાળા છીએ તમે છોકરીઓની છેડતી કરો છો, છોકરીઓની છેડતી કરતા હોવાથી સાહેબ બોલાવે છે ચાલો અમારી સાથે બાઈક પર બેસી જાઓ.
વૃદ્ધ ડરી જતા પોતાની બેગ લઈને બાઈક પર બેસી ગયા હતા. ત્યારબાદ પોલીસની ઓળખાણ આપનારાઓ તેમને રાયપુર દરવાજા થઈને સારંગપુર તરફ અને ત્યારબાદ કાંકરીયા સહિત અનેક જગ્યા પર લઈ ગયા હતા. ત્યારબાદ એક એટીએમ પાસે વૃદ્ધને ઉતારી તેમની પાસેથી બળજબરીપૂર્વક એટીએમ કાર્ડ લઈને 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ઉપરાંત વૃદ્ધની નજર ચૂકવીને ફોન પણ પડાવી લીધો હતો. આરોપીઓ વૃદ્ધને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયા હતા. વૃદ્ધ ગભરાય જતા પહેલા રીક્ષામાં બેસીને ઘરે જતા રહ્યા હતા. ઘરે જઈને સમગ્ર બનાવની જાણ તેમની મિત્રને કરતા પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતા વૃદ્ધએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








