નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: વિધાનસભાના ચૂંટણી પરિણામ બાદ આજરોજ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં તેમની સાથે 16 મંત્રીઓ એ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં એક જૂનું નામ પરસોતમ સોલંકી(Parshottam Solanki) પણ ફરી મંત્રી તરીકે સામે આવ્યું હતું. જ્યારે પરસોતમ સોલંકી એ પોતાના મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મળવા પહોંચ્યા ત્યારે ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા.
આજરોજ યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમ (oath ceremony)માં પરસોત્તમ સોલંકી ફરી વખત શપથ ગ્રહણ કર્યા હતા અને, બાદમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા ઉંમરના કારણે ધીમી ચાલે ચાલી રહેલા પરસોતમ સોલંકીને જોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સ્થાનથી ઊભા થઈ તેમને મળવા સામે પહોંચ્યા હતા. આ તકે પરસોતમ સોલંકી જાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા હોય એ પ્રકારે તેમના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ચરણ સ્પર્શ કરતા રોક્યા હતા અને હાથ મિલાવી ખભો થાબડી રવાના કર્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








