ગુજરાતની 15 મી વિધાનસભા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજરોજ બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે 16 મંત્રીઓએ રાજ્યપાલ દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં મહત્વની વાત છે કે લ,16 મંત્રી માંથી માત્ર એક જ મહિલા મંત્રી રાજકોટના ભાનુબેન બાબરીયા છે. જ્યારે 4 મંત્રીઓ કુંવરજી બાવળિયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા છે.
ભાજપના દિગ્ગજો રહ્યા હાજર
આજરોજ ભુપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભાજપના અન્ય રાજ્યના દિગ્ગજ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ આગેવાનો પણ હાજર રહ્યા હતા. ઉપરાંત વિવિધ સંપ્રદાયના સંતો અને મહંતોને પણ શપથ વિધિ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સંતો અને નેતાઓ માટે અલાયદા સ્ટેજ
શપથ ગ્રહણ સમારોહમાં એક તરફ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના મૂડી મંડળના નેતાઓ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ સંતો મહંતો માટે એક પેજ બનાવવામાં આવ્યું હતું અને બંને સ્ટેજની વચ્ચે મુખ્યમંત્રી શપથ ગ્રહણ અને મંત્રીઓના શપથ ગ્રહણ માટેનું એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જ્યાં રાજ્યપાલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
કેબિનેટમાં કોને મળ્યું સ્થાન ?
વાત કરીએ મંત્રીઓની તો ભુપેન્દ્ર પટેલની સરકારમાં આજે કુલ 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે સૌ પ્રથમ ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંત રાજપૂત અને કનુ દેસાઈ, કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા, અને ડો. કુબેર ડીંડોરે શપથ લીધા હતા.
રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો કોની પાસે ?
જયારે રાજયકક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે સુરતના હર્ષ સંઘવી અને અમદાવાદના જગદીશ વિશ્વકર્માએ ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા.
રાજયકક્ષાના 6 મંત્રીઓએ કર્યા શપથ ગ્રહણ
રાજયકક્ષાના મંત્રી તરીકે 6 ધારાસભ્યોએ શપથ લીધા હતા. જેમાં 6 રાજ્યકત્રાના મંત્રી પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશભાઈ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
27 મંત્રીઓની હોય છે સંખ્યા ગુજરાતમાં
આમ કુલ 16 મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં કુલ 27 મંત્રીઓનો સમાવેશ થાય છે માટે બાકી રહેતા 11 મંત્રીઓના નામ બાદમાં નક્કી કરવામાં આવશે. સાથે જ જે મંત્રીઓએ આજરોજ શપથ ગ્રહણ કર્યા છે તેમને કયો વિભાગ મળશે તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કેવું છે રાજ્ય સરકારનું ચિત્ર ?
ગુજરાતની નવી રાજ્ય સરકાર
ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી)
8 કેબિનેટ મંત્રી
» કનુભાઈ દેસાઈ
» ઋષિકેશ પટેલ
» રાઘવજી પટેલ
» બળવંતસિંહ રાજપૂત
» કુંવરજી બાવળિયા
» મુળુભાઈ બેરા
» કુબેરભાઈ ડીંડોર
» ભાનુબેન બાબરીયા
2 રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
» હર્ષભાઈ સંઘવી
» જગદીશ વિશ્વકર્મા
6 રાજ્યકત્રાના મંત્રી
» પરસોત્તમ સોલંકી
» બચુભાઈ ખાબડ
» મુકેશભાઈ પટેલ
» પ્રફુલ પાનસેરિયા
» ભીખુસિંહ પરમાર
» કુંવરજી હળપતિ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








