દેવલ જાદવ નવજીવન: આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાનું છે પરંતુ કોરોનાકાળમાં આપણે જોયુ કે ગુજરાત પોલીસે લોકોને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દીધો હતો એકલા અમદાવાદ શહેરમાં 19 પોલીસ જવાનો કોરાના સામે જીંદગી હારી ગયા હતા. પણ આ ઘટના પણ કઈક આવી છે મંગળવારની મોડી રાત્રે ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાંથી સંદેશ મળ્યો કે અમદાવાદથી આઠ ડૉકટરોની એક ટીમ બુધવારની વહેલી સવારે અમદાવાદથી સુરત જવાની છે જયાં તેમને એક તત્કાલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરી એક હ્રદય લઈ પાછા ફરવાનું છે.
ડૉકટરોને ખબર હતી કે ભરૂચના પાલેજ પાસે આવેલા હાઈવે ઉપર કામ ચાલુ હોવાને કારણે 10 કિલોમીટરનો ટ્રાફિકજામ લાગે છે જો આ જામમાં ડૉકટરો ફસાઈ જાય તો ચાર કલાકનો સમય નિકળી જાય તેમ હતો, કોઈ પણ દર્દીના બ્રેઈન ડેડ પછી તેમના અંગનો ઉપયોગ છ કલાકમાં થાય તો જ તે ઉપયોગી સાબીત થાય તેમ હતું. કંટ્રોલ રૂમ દ્વારા અંગે નબીપુર પોલીસ સ્ટેશનના સબઈન્સપેકટર જે એમ જાડેજાને જાણ કરી જરૂરી વ્યવસ્થા કરવાની સુચના આપી હતી.
સવારના સુમારે અમદાવાાદના ડૉકટરોની ટીમ બે કારમાં રવાના થઈ હતી, જો કે નબીપુર પોલીસ દ્વારા અગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી જેવી ડૉકટરોની કાર પાલેજ પહોચી તેની સાથે પાયલોટ કારે ડૉકટરોની બે કારની રોગ સાઈડમાં દાખલ કરાવી દસ કિલોમીટરના રસ્તા ઉપર પાયલોટીંગ કરી તેમને રસ્તો પસાર કરાવ્યો હતો જેના કારણે અમદાવાદના ડૉકટરો સમયસર સુરત પહોંચ્યા હતા અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શકય બન્યુ હતું, ભરૂચ પોલીસ દ્વારા જે રીતે મદદ કરી તેનો વિડીયો ખુબ વાયરલ થયો છે જુઓ આ વિડીયો
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું, પણ ડૉકટરોને હાઈવે ઉપર ટ્રાફિકમાં ફસાઈ જવાનો ડર હતો, ભરૂચ પોલીસે આવી રીતે કરી મદદ@Navajivan1 #bharuch #gujaratpolice pic.twitter.com/CAmy6J6SoI
— Deval Jadav (@Luvjadav) December 16, 2021
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









