નવજીવન ન્યુઝ અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકીટના બટવારાને લઈ વિરોધનો રેલો હવે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય સુધી પહોંચ્યો છે. કોંગ્રેસમાં ટિકીટની ભાગબટાઈને લઈ દરેક ચૂંટણીમાં વિરોધ થતો હોય છે. ત્યારે આજરોજ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચી વિરોધ કરતા અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા.
આજરોજ બપોરના સમયે મોટી સંખ્યમાં કોંગ્રેસી કાર્યકરો અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર હલ્લા બોલ કર્યું હતું. કાર્યકરો જમાલપુર બેઠકની ટિકીટ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને મળતા નારાજ થયા હતા અને કાર્યાલય ખાતે ઘસી આવ્યા હતા. ટોળા સ્વરૂપે ઘસી આવેલા કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો નામજોગ વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ રૂપિયા લઈ ઈમરાન ખેડાવાલાને ટિકીટ આપી છે. સાથે જ ઈમરાન ખેડાવાલા બિલ્ડરો સાથે મળેલા અને રૂપિયાના વહિવટ કરતા હોવાના આક્ષેપ પણ ઘસી આવેલા કાર્યકરો કરી હતી.
મહત્વની વાત છે કે, કોંગ્રેસ કાર્યાલયમાં ઘસી આવેલા કોંગ્રેસી કાર્યકરોએ જમાલપુરમાં ઈમરાન ખેડાવાલાને ઉમેદવાર તરીકે નહીં ઉતારવાની માગણી કરી હતી. સાથે રોષે ભરાયેલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ અને કાળા રંગથી ભરતસિંહ વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર દિવાલ પર લખ્યા હતા. અચાનક જ ટોળા સ્વરૂપે ઘસી આવેલા કાર્યકરોનો રોષ જોતા નેતાઓ ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને રોષના ભોગ ન બને તેનું ધ્યાન રાખ્યું હતું. આ કાર્યકરોની માગણી હતી કે જમાલુર ખાડીયા અને વટવા વિધાનસભાની ટિકીટ માટે ભરતસિંહે ઈમરાન ખેડાવાલા પાસેથી રૂપિયા 50 કરોડ લીધા છે. તેમજ આ ઈમારન ખેડાવાલાનું મેન્ડેટ ચેન્જ કરી અન્ય ઉમેદવારને ઉતારે.
આ સમયે કેટલાક કાર્યકરોએ કહ્યું હતું કે, ભરતસિંહ સેટિંગ બાજ છે અને પૈસા લઈ ટિકીટ આપે છે. સાથે જ તેઓ સુત્રોચ્ચાર કરતા હતા કે, કોંગ્રેસ ભરતસિંહના બાપની જાગીર નથી ! પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી નહીં કરી પાયાના કાર્યકરોને નારાજ કરવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










