Tuesday, May 5, 2026
HomeGujaratસુરેન્દ્રનગરઃ બાઈક પર જતા બે પોલીસકર્મીઓને નીલગાયે ઠોકરે લેતા મૃત્યુ

સુરેન્દ્રનગરઃ બાઈક પર જતા બે પોલીસકર્મીઓને નીલગાયે ઠોકરે લેતા મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં ગઈકાલે રાત્રે એક અકસ્માતમાં સર્જાયો હતો. આ અકસ્માત નીલગાય વચ્ચે આવતા થયો હતો. મોડી રાત્રે બે પોલીસ કર્મીઓ બાઈક લઈને લખતરના ઝમર ગામ નજીકથી પસાર થઈ રહેલા હતા દરમિયાન અચાનક નીલગાય વચ્ચે આવી જતા અકસ્માત થયો હતો. નીલગાય અથડાતા બાઈક પલટી ખાઈને દૂર ફંગોળાઈ ગયું હતું. આ બનાવમાં એક પોલીસકર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર પોલીસમાં ક્યુઆરટી શાખામાં ફરજ બજાવતા શંકરભાઈ ભગવાનભાઈ ઓળકીયા જેઓ લીંબડી તાલુકાનાં ભોઇકા ગામનાં વતની છે તેમજ ગળથળામાં ફરજ બજાવતા સહદેવભાઇ કડવાભાઇ જેઓ લીંબડી તાલુકાના બોરાણા ગામનાં વતની છે. આ બંને પોલીસકર્મીઓ સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

- Advertisement -

આ બંને પોલીસકર્મીઓને ગઈકાલે સુરેન્દ્રનગર સીપીઆઈ કચેરીએ ખાતાકીય તપાસની મુદત હોવાના કારણે ગત 12 તારખે ગાંધીનગરથી બાઈક પર નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રે 10 વાગ્યાની આસપાસ લખતરથી વઢવાણ તરફ જવાના રસ્તે ઝમર ગામ નજીક નીલગાય વચ્ચે આવતા અકસ્માત થયો હતો. બંને પોલીસકર્મી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત અન્ય પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બે પોલીસકર્મીનું મોત થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular