નવજીવન ન્યુઝ. અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં કોંગ્રેસના ઉમેદવારોની આજરોજ વધુ એક યાદી જાહેર થઈ ચૂકી છે. આ યાદી જાહેર થતા જ કોંગ્રેસ(Congress Candidate list)ના 33 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. કોંગ્રેસે આજરોજ જાહેર કરેલી અંતિમ યાદીમાં કુલ 33 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને 33 બેઠકો પરનું સસ્પેન્સ હવે પુરુ થયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે જેમાં નીચે મુજબના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
કોણ ક્યાંથી લડશે ?
- વાવ- ગેનીબેન ઠાકોર
- થરાદ- ગુલાબસિંહ રાજપૂત
- ધાનેરા- નાથાભાઈ પટેલ
- દાંતા- કાંતિભાઈ ખરાડી
- વડગામ- જીજ્ઞેશ મેવાણી
- રાધનપુર- રઘુભાઈ દેસાઈ
- ચાણસ્મા- દીનેશભાઈ ઠાકોર
- પાટણ- ડૉ. કિર્તીકુમાર પટેલ
- સીધ્ધપુર- ચાંદજી ઠાકોર
- વીજાપુર-nડૉ. સી. જે. ચાવડા
- ખેડબ્રહ્મા- તુષાર ચૌધરી
- મોડાસા- રાજેન્દ્રકુમાર ઠાકોર
- માણસા- બાબુસિંહ ઠાકોર
- કલોલ- બળદેવજી ઠાકોર
- વેજલપુર- રાજેન્દ્ર પટેલ
- વટવા- બળવંત ગઢવી
- નીકોલ- રણજીત બારોટ
- ઠક્કરબાપાનગર- વિજયકુમાર બ્રહ્મભટ્ટ
- બાપુનગર- હિમ્મતસિંહ પટેલ
- દરીયાપુર- ગ્યાસુદ્દીન શેખ
- જમાલુર- ખાડીયા- ઈમારાન ખેડાવાલા
- દાણીલિમડા- શૈલેષ પરમાર
- સાબરમતી- દિનેશ મહિડા
- બોરસદ- રાજેન્દ્રસિંહ પરમાર
- આંકલાવ- અમિત ચાવડા
- આણંદ- કાંતી શોઢાપરમાર
- સોજીત્રા- પુનમભાઈ પરમાર
- મહુધા- ઈન્દ્રજીતસિંહ પરમાર
- ગબરાડા- ચંદ્રિકાબેન બારૈયા
- વાઘોડીયા- સત્યજીતસિંહ ગાયકવાડ
- છોટા ઉદેપુર- સંગ્રામસિંહ રાઠવા
- જેતપુર (એસટી)- સુખરામ રાઠવા
- ડભોઈ- બાલ કિશન પટેલ








