નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે ચૂંટણી ગણતરીના દિવસો દૂર છે ત્યારે રૂપિયાની ગેરકાયદેસર લેતી-દેતી ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. તાજેતરમાં સુરત પોલીસ દ્વારા હવાલા મારફતે પૈસાની હેરફેર પકડવામાં આવી હતી. હવે ગુજરાત ATS અને GST વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે ગુજરતના મોટા શહેરોમાં 150 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને હવે આ વર્ષની ચુંટણીમાં અન્ય બે પક્ષો પણ જોરશોરથી લડવા માટે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે એવી આશંકાઓ કરવામાં આવી રહી છે કે ચૂંટણી સુધી મોટા પ્રમાણમાં ગેરકાયદે પૈસા પકડાઈ શકે છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત ATS દ્વારા સતત નજર રાખવામા આવી રહી છે.
આજે ગુજરાત ATS અને GST વિભાગ દ્વારા સંયુક્ત રીતે અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં 150 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલ આ દરોડાની કાર્યવાહી તેજ ગતિથી ચાલી રહી છે. પરંતુ, તપાસમાં વિદેશથી આવતા નાણાનું દબાયેલું પગેરૂ પણ ઉજાગર થાય તેવી શક્યતાઓ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










