નવજીવન અમદાવાદ: અમદાવાદમાં ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુ છેલ્લા કેટલાક સમયથી લેન્ડ ગ્રેબિંગ કરતા અપરાધીઓને પકડવા માટે સતત કાર્યરત છે. અમદાવાદના જુહાપુરા અને સરખેજ વિસ્તારના મુખ્ય કહેવાતા ગુંડાઓને તેમણે અને તેમની ટિમ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સફળ અભિયાન બાદ હવે સરખેજ રોજા કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત સરખેજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સરફરાઝ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ કાલુ ગરદન, નઝીર વોરા, અઝહર કીટલી અને સુલતાન ખાન જેવા ગુંડાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હવે સરફરાઝ ખાન નામના વ્યક્તિની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરખેજ રોજા કમિટી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તે મુજબ સરફરાઝ ખાન, કાલુ ગરદન અને અન્ય કેટલાક વ્યક્તિઓ દ્વારા તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ધંધો કરવામાં આવી રહ્યો હતો. ફરિયાદ મુજબ સરખેજ પોલીસે સરફરાઝ ખાનની ધરપકડ કરી છે અને કાલુ ગરદનને થોડા સમય અગાઉ દબોચી લેવામાં આવ્યો હતો. બાકીના અપરાધીઓને ભવિષ્યમાં પકડી પાડવામાં આવશે તેવી ડીસીપી પ્રેમસુખ ડેલુએ બાંહેધરી આપી હતી.

આ અંગે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું એ,” સરખેજ રોજા કમિટીની ફરિયાદના આધારે એસીપી એમ ડિવિઝનની તાપસ મુજબ આ લેન્ડ ગ્રેબિંગ કેસમાં સરફરાઝ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કાલુ ગરદનનું પણ નામ છે જે અત્યારે હાલ જેલમાં છે. આગળની તાપસ માટે કાલુ ગરદનને જેલ માંથી પૂછપરછ માટે લાવવામાં આવશે અને તાપસ કરવામાં આવશે કે આ જમીન પર કરેલા બંધકામથી તેમણે કેટલી કમાણી કરી અને તેનો ઉપયોગ તેમણે શું કર્યો તે અંગે તાપસ કરવામાં આવશે.”
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









