Sunday, May 31, 2026
HomeGujaratડ્રાઈવર્સ પાસે ખંડણી ઉઘરાવતા સ્કૂલના પ્રિન્સિપાલને સરખેજ પોલીસે દબોચ્યો, અન્ય પાંચ વ્યક્તિની...

ડ્રાઈવર્સ પાસે ખંડણી ઉઘરાવતા સ્કૂલના પ્રિન્સિપાલને સરખેજ પોલીસે દબોચ્યો, અન્ય પાંચ વ્યક્તિની પણ ખંડણી ઉઘરાવવા બાબતે ધરપકડ

- Advertisement -

નવજીવન અમદાવાદ: અમદાવાદની આસપાસના ગામના લોકો અમદાવાદ મુસાફરી કરવા માટે ખાનગી વાહનવ્યહવારનો ઉપયોગ કરતા હોય છે. જેને કારણે કેટલાક લોકો રોજગાર માટે ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરતા હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો આવા વ્યક્તિઓ પાસે ખંડણી ઉઘરાવતા હોય છે. અમદાવાદના સરખેજ ઓલિસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. સરખેજના ઉજલા સર્કલ પાસે બાવળા અને ધોળકા બાજુ જતા સટલ રીક્ષા અને ગાડીઓ પાસે એક વ્યક્તિ તેને જૂથ સાથે પેસેન્જર દીઠ પૈસા ઉઘરાવતો હતો અને જો રીક્ષા ચાલક કે ગાડીના ડ્રાઈવર પૈસા આપવાની ના પાડે તો તેમની સાથે તકરાર કરતા હતા.



- Advertisement -

આ અંગે સરખેજના રહેવાસી રસુલ ઘાંચી નામના વ્યક્તિએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે સરખેજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી સંજય ભરવાડ મૂળ એક સરકારી શાળાના પ્રિન્સિપાલ છે. તેમણે અન્ય કેટલાક લોકો સાથે મળીને સરખેજ ઉજલ સર્કલ પાસે ખાનગી ટ્રાન્સપોર્ટેશન ચલાવતા રીક્ષા, ગાડી અને બસના ડ્રાઈવર પાસેથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતા હતા. જો ડ્રાઈવર પૈસા આપવાની ના પાડે તો તેની સાથે ગડદાપાટું કરીને માર મારતા હતા અને લોકોને ધમકાવતા હતા.

સરખેજ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તાપસ કરતા સંજય ભરવાડ સહિત તેમના સાથીદારોને ઝડપી પાડવામાં આવ્યા છે. સરખેજ પોલીસ દ્વારા ફરિયાદના આધારે 5 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -



અમદાવાદ પોલીસ ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ આ કેસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,” સરખેજના ઉજલા સર્કલ પાસે રીક્ષા ચાલકો અને ડ્રાઈવર પાસે ખંડણી ઉઘરાવતા એક જૂથની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ જૂથનો મુખ્ય સૂત્રધાર સંજય ભરવાડ એક શાળામાં આચાર્ય છે તેમ છતાં આવા કામ કરે છે. આગામી સમયમાં અમે શિક્ષણ વિભાગનો પણ સંપર્ક કરીને લેની સામે પગલાં લઈશું. અત્યારે હાલ સરખેજ વિસ્તારની આ ઘટના સામે આવી છે. અમારા વિસ્તારમાં જો બીજી કોઈ જગ્યાએ આવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હશે તો અમે ચલાવી નહીં લઈએ અને તેની સામે યોગ્ય પગલાં લઈશું.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular