નવજીવન અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે હવે શહેરમાં ફરી એકવાર ગેંગ માથું ઉચકી રહી છે. શહેરમાં અગાઉ એક જ અઠવાડિયામાં ફાયરિંગની બે ઘટના સામે આવી ચૂકી છે. જો કે આજે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં કર્મચારીએ ગન લઈને આવેલા વ્યક્તિને વળતો જવાબ આપતા ફાયરિંગની ઘટના ટળી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગોરધનવાડી ચાર રસ્તા પાસે આવેલા ઉર્મિકુંજ કોમ્પલેક્ષમાં જ્યોતિ પ્રાઈમ ફીન પ્રા.લી. નામની ઓફિસમાં વિદેશી ચલણનો વેપાર થાય છે. આજે સવારના સમયે કર્મચારી મૌલીક ગોહેલ ઓફિસમાં હતો ત્યારે એક વ્યક્તિ આવ્યો હતો અને મૌલીક સાથે બેસીને કરન્સી બાબતે ચર્ચા કરવા લાગ્યો હતો. ત્યારે અચાનક તે વ્યક્તિએ પોતાના પાસે રહેલી પિસ્ટલ કાઢીને મૌલીક સામે તાકી દીધી હતી. અને પૈસા ભરેલી તિજોરી બાજુ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કર્મચારીએ “આ શું કરો છો” તેવું પૂછતા જ લૂંટ કરવા આવેલા વ્યક્તિએ કર્મચારીને પિસ્તલ માંથામાં મારી દીધી હતી. જેથી કર્મચારી બીકને મારે જીવ બચવવા દુકાનની બહાર ભાગી ગયો હતો. ત્યારે લૂંટ કરવા આવેલો વ્યક્તિ પણ પકડાઈ જવાની બીકે પાછળની સીડી વડે ભાગવાની કોશીસ કરી ભાગી રહ્યો હતો તે સમયે કર્મચારીએ જમીન પર રહેલો પથ્થર છુટો મારતા લૂંટારુના માથાના ભાગમાં વાગતા તે જમીન પર પડી ગયો હતો અને હાથમાંથી પિસ્ટલ પણ પડી ગઈ હતી. કર્મચારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા લૂંટારુને પકડી પાડયો હતો.
પોલીસ તપાસમાં લૂંટ કરવા આવેલા વ્યક્તિનું નામ અભયસિંહ ઠાકોર સામે આવ્યું છે. જે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. હાલ ઇજાગ્રસ્ત લૂંટારુને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. કર્મચારીએ સમગ્ર બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









