Thursday, June 25, 2026
HomeBusinessચાંદીના તેજીવાળા માટે ૨૨ ડોલર પાર કરવાનો અઘરો લક્ષ્યાંક

ચાંદીના તેજીવાળા માટે ૨૨ ડોલર પાર કરવાનો અઘરો લક્ષ્યાંક

- Advertisement -

છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રમાં સોનું પાંચ, ચાંદી ૧૪, પ્લેટિનમ ૯, અને પેલેડિયમ ૧૧ ટકા ઉછળ્યાં

ડોલર અને બોન્ડ યિલ્ડની મજબૂતી ચાંદીને વર્ષાન્ત સુધી નીચે જવાની ગ=ફરજ પાડશે

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): છેલ્લા કેટલાંક ટ્રેડિંગ સત્રમાં આસમાની સુલતાની તેજી જોવા મળી, ત્યાર બાદ બુધવારે ચાંદીના ભાવ આશ્ચર્યજનક રીતે તૂટયા. આ સપ્તાહે સોનું ત્રણ મહિના અને ચાંદીએ બે મહિનાની સારી એવી ભાવ વૃધ્ધિ જોઈ. કેટલાંક રોકાણકારો પૂછવા લાગ્યા આ તેજી ટકાઉ સાબિત થશે? ટેકનિકલ ઇન્ડિકેટર આમ તો સારા જણાય છે. અમેરિકન ડોલરે થોડી મજબૂતી ગુમાવી છે. યુએસ ટ્રેઝરી બોન્ડ યીલ્ડ પણ નબળા પડ્યા છે. પરિણામે રોકાણકારો સોના ચાંદીમાં સલામતી મેળવવા આગળ આવ્યા.

આખા જગતમાં વૈશ્વિક અર્થતંત્રને મંદીમાં ધકેલવા માટે વ્યાજદર વૃધ્ધિ જવાબદાર છે, યુનાઈટેડ નેશન્સે ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કોને આનાથી દૂર રહેવા વિનંતી કરી છે. મંદીના દ્વારેથી પાછા ફરવાનો હજુ સમય છે, આ વિનંતીને લીધે જ છેલ્લા પાંચ જ ટ્રેડિંગ સત્રમાં સોનું પાંચ ટકા, ચાંદી ૧૪ ટકા પ્લેટિનમ ૯ ટકા અને પેલેડિયમ ૧૧ ટકા ઉછળ્યાં હતા. આપણે ચાંદીના ભાવની ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજને (એસએમએ) વટાવી ગયા હતા, પણ ત્યાંથી ભાવ પાછા ફર્યા. આખરે બજારે ચાંદીના ભાવ ૨૦ ડોલરની ઉપર રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ જો આ ભાવ તૂટી જશે તો બજાર પાછી મંદીમાં સરી પડશે. આનો અર્થ એ થાય કે ચાંદી ૫૦ દિવસની ફરતી ભાવ સરેરાશ (એસએમએ) નીચે જવા તત્પર થઈ જશે અને આખરે ૧૮ ડોલરનું લેવલ પ્રાપ્ત કરશે.

બજારનું આકલન કરવા માટે ભાવ સરેરાશ પણ એક ટૂલ ગણવામાં આવે છે. બુધવારે આરંભિક અમેરિકન ટ્રેડિંગમાં ચાંદીના ભાવ સારા એવા ઘટયા હતા, પરંતુ સોમ અને મંગળવારે ભાવ, સામાન્ય આંતરપ્રવાહ બદલીને વેગથી ઉછળ્યાં હતા. ગુરુવારે અમેરિકન ડોલર ઇંડેક્સ મજબૂત થઈ જતાં ચાંદીની બજાર પાછી મંદીના તબક્કામાં દાખલ થઈ ગઈ હતી. નાયમેક્સ ડિસેમ્બર ડિલિવરી ચાંદી મંગળવારની ૨૧.૨૬ ડોલરની ઊંચાઈએથી બુધવારે ૨૦.૦૬ ડોલરના તળિયે બેસી ગઈ હતી.

- Advertisement -

ચાંદીના તેજીવાળા માટે ૨૨ ડોલરના મજબૂત ટેકનીકલ રેસિસ્ટસન્ટને પાર કરવાનો અઘરો લક્ષ્યાંક છે. જ્યારે મંદિવાળા ૧૯ ડોલરનો સપોર્ટ નિર્ધારિત કરીને બેઠા છે. તેજીને હાથવાગી કરવા માટે પહેલો રેસિસ્ટંટ ૨૧ ડોલર અને ત્યાર પછી વર્તમાન સપ્તાહનો ૨૧.૩૧ ડોલસર પાર કરવાનો રહેશે. મંદિવાળા માટે હવે પછીનો સપોર્ટ બુધવારની બોટમ ૨૦.૦૬ ડોલર અને ત્યાર પછી ૨૦ ડોલર હશે.

અલબત્ત, વર્તમાન તેજી એ તેજીવાળા માટે રાહત રૂપ છે, જો કે એકાદ સપ્તાહ અગાઉ કેટલાંક ચોક્કસ આર્થિક સંકેતો જે તેજીવાળા સમજી શક્યા ના હતા, તેની સમજ હવે થવા લાગી છે. અહીથી તેજીને ભગાડી જવાની કોઈ જરૂર નથી, પણ આ રિલીફ રેલીને સમજવી અને તેને આધારે ખેલ પાડવાનો સમય છે. જુલાઇ ફુગાવાના આંકડા આવ્યા પછી બુલિયન બજાર જે રીતે ગબડી અને ત્યાર પછી જે ટ્રેન્ડ ચાલુ થયો, પણ હવે વર્તમાન ડેટા વચ્ચે બજાર ઝોલાં ખાઈ રહી છે.

ભારત, ન્યુઝીલેન્ડ, કેટલાંક યુરોપિયન અને અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર વધાર્યા, સાથે જ એવા સંકેત પણ આપ્યા કે હજુ વધુ વધારીશું. સામાન્ય ફુગાવો ખૂબ ઊંચો અને રોજગારી સર્જન ધીમું પડી ગયું હોવાથી હોવાથી, યુએસ ફેડરલ રિઝર્વ તો હવે પછી પણ ૦.૭૫ ટકા વ્યાજદર વધારવાના સંકેત આપી રહી છે. મેટલ ફોકસના એનાલિસ્ટે તેના તાજા અહેવાલમાં કહ્યું છે કે અમેરિકન ડોલર ઇંડેક્સ ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો છે, બોન્ડ યીલ્ડ વધી રહ્યા છે, તેથી ચાંદીમાં મજબૂત ફિઝિકલ માંગ અપૂરતી રહેશે, આ બધુ જોતાં અમને લાગે છે કે ભાવ વર્ષાન્ત સુધી નીચે જવાનું વલણ જારી રાખશે.      

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular