Thursday, September 24, 2026
HomeGujaratપોરબંદરના MLA કાંધલ જાડેજાને ચૂંટણી પહેલા મોટી રાહત: કોર્ટે 2 કેસમાં આપી...

પોરબંદરના MLA કાંધલ જાડેજાને ચૂંટણી પહેલા મોટી રાહત: કોર્ટે 2 કેસમાં આપી ક્લીન ચીટ, કેસરિયા કરે તેવી શક્યતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પોરબંદરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં NCPના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. તેમની પર ચાલી રહેલા બે કેસમાં ધારાસભ્ય વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેમને કોર્ટે ક્લીન ચીટ આપી છે. આ હથિયાર અંગેનો કેસ ધારાસભ્ય કાંધલ જાડેજા વિરુદ્ધ 17 વર્ષ પહેલા દાખલ થયો હતો. જ્યારે મારામારીનો કેસ વર્ષ 2017માં દાખલ થયો હતો. ધારાસભ્ય કાંધલ જાડેજા તરફથી વકીલ રોહીત વર્મા હાજર રહ્યા હતા.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત વિધાનસભામાં ગેરકાયદેસર રીતે હથિયાર લેવા બદલ ક્લીનચીટ મળી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે 2005ના 17 વર્ષ જૂના કેસમાં કાંધલ જાડેજાને આ ક્લીનચીટ આપી છે. કોઈ પુરાવા ન મળતા કોર્ટે ક્લીનચીટ આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાંધલ જાડેજાને આપવામાં આવેલી ક્લીનચીટને મોટી રાહત માનવામાં આવી રહી છે. કાંધલ જાડેજા ગુજરાતની લેડી ડોન સંતોખબેન જાડેજાના પુત્ર છે. અગાઉ 1998માં આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ફોજદારી કેસમાં કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે 2020માં મુક્ત કર્યો હતો. જ્યારે વર્ષ 2017 નોંધાયેલા પોલીસ સ્ટેશનમાં જઈને મારામારી કરવાના કેસમાં પણ તેમને ક્લિન ચીટ આપવામાં આવી છે. મારામારી કેસમાં 13 વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

- Advertisement -

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પર આરોપ હતો કે, તેમણે એક ડઝનથી વધુ લોકો સાથે ધમાલ કરી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઓડેદરાને માર મારવામાં આવ્યો હતો. આ બાબતે છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે ગઈકાલે પુરાવાના અભાવે કોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે NCP નેતા કાંધલ જાડેજાને કોર્ટ તરફથી રાહત મળતા લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે કાંધલ જાડેજા હવે ભાજપમાં જોડાઈ શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular